શોધખોળ કરો
Advertisement
ત્રણ વર્ષથી ટીમની બહાર રહેલા આ ક્રિકેટરને અચાનક સોંપવામાં આવી ટીમની કેપ્ટનશીપ, જાણો કેમ
કેરેબિયન ટીમે ભારત સામે ટી20, વનડે અને ટેસ્ટ સીરીઝ ગુમાવી, જેના કારણે નિરાશ થયેલા કેરેબિયન ક્રિકેટ બોર્ડે એક મહત્વનો નિર્ણય લઇને કિરોન પોલાર્ડને ટીમની કેપ્ટનશીપ સોંપવાનો નિર્ણય લીધો હતો
નવી દિલ્હીઃ ભારત વિરુદ્ધ કેરેબિયન ટીમની કારમી હાર બાદ ટીમમાં મોટા ફેરાફારો કરવામાં આવ્યા છે. વેસ્ટ ઇન્ડિઝ ક્રિકેટ બોર્ડે વનડે કેપ્ટન જેસન હોલ્ડર અને ટી20 કેપ્ટન કાર્લોસ બ્રેથવેટને કેપ્ટન પદેથી હટાવી દીધા છે અને તેના સ્થાને કિરોન પોલાર્ડને બન્ને ફોર્મેટ માટે કેપ્ટનશીપ સોંપવામાં આવી છે.
ખાસ વાત એ છે કે કિરોન પોલાર્ડ વેસ્ટ ઇન્ડિઝ તરફથી છેલ્લી વનડે મેચ વર્ષ 2016માં રમ્યો હતો, વેસ્ટ ઇન્ડિઝની વર્લ્ડકપ ટીમમાં પણ તેને રિઝર્વ ખેલાડી તરીકે સામેલ કરવામાં આવ્યો હતો. જોકે, તેને ભારત વિરુ્દ્ધ તાજેતરમાં રમાયેલી ટી20 સીરીઝમાં ટીમની કેપ્ટનશીપ કરી હતી.
કેરેબિયન ટીમે ભારત સામે ટી20, વનડે અને ટેસ્ટ સીરીઝ ગુમાવી, જેના કારણે નિરાશ થયેલા કેરેબિયન ક્રિકેટ બોર્ડે એક મહત્વનો નિર્ણય લઇને કિરોન પોલાર્ડને ટીમની કેપ્ટનશીપ સોંપવાનો નિર્ણય લીધો હતો. ત્રિનિદાદ અને ટોબેગો ગાર્ડિયનના રિપોર્ટ પ્રમાણે સીડબ્યૂઆઇના બોર્ડ ઓફ ડાયરેક્ટર્સે શનિવારે આ નિર્ણય લીધો હતો.
વેસ્ટ ઇન્ડિઝ ટીમ હવે પોતાની આગામી સીરીઝ અફઘાનિસ્તા વિરુદ્ધ નવેમ્બરમાં રમશે. બન્ને ટીમોની વચ્ચે ત્રણ ટી20, ત્રણ વનડે અને એક ટેસ્ટ મેચ રમાશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દુનિયા
બોલિવૂડ
આરોગ્ય
Advertisement
gujarati.abplive.com
Opinion