જયપુરમાં હવા પ્રદુષણ મુદ્દે સવાલ પુછાતા કયો ક્રિકેટર ગિન્નાયો, ને બોલ્યો હું માપવાનુ મીટર લઇને નથી ફરતો તો.............................
વાયુ પ્રદુષણનો મુદ્દો ક્રિકેટરોની સામે પણ આવી ગયો છે. પ્રથમ ટી20 પહેલા વાયુ પ્રદુષણના સવાલ પર ટી20 ટીમના ઉપકેપ્ટન કેએલ રાહુલ ભડકી ગયો હતો.
India vs New Zealand: ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે આજથી ત્રણ ટી20 મેચોની સીરીઝ શરૂ થઇ રહી છે, આજે પ્રથમ મેચ રાજસ્થાનના જયપુરના સવાઇ માનસિંહ સ્ટેડિયમમાં રમાવવાની છે, જોકે અત્યારે ભારતના કેટલાક શહેરોમાં વાયુ પ્રદુષણે માજા મુકી છે. દિલ્હીથી માંડીને મુંબઇ અને કોલકત્તાથી માંડીને જયપુર સુધીના શહેરોમાં વાયુ પ્રદુષણ વધવાના કારણે લોકો પરેશાન છે. હવે વાયુ પ્રદુષણનો મુદ્દો ક્રિકેટરોની સામે પણ આવી ગયો છે. પ્રથમ ટી20 પહેલા વાયુ પ્રદુષણના સવાલ પર ટી20 ટીમના ઉપકેપ્ટન કેએલ રાહુલ ભડકી ગયો હતો.
ટૂર્નામેન્ટની શરૂઆત પહેલા જ્યારે ટી20 સીરીઝના ઉપ કેપ્ટન કેએલ રાહુલ પત્રકારો સાથે વાતચીત કરી રહ્યો હતો, તે સમયે એક પત્રકારે પુછ્યુ કે શહેરમાં વધી રહેલા વાયુ પ્રદુષણને લઇને તમારુ શુ કહેવુ છે. આ સવાલના જવાબમાં કેએલ રાહુલે પત્રકારને સંભળાવી દીધુ હતુ કે મને નથી ખબર. કેએલ રાહુલ જવાબ આપતા કહ્યું કે અસલમાં અમે અત્યાર સુધી બહાર નથી નીકળ્યા, અમે હમણાં જ સ્ટેડિયમમાં પહોંચ્યા છીએ, એટલે હું આનો જવાબ આપી શકતો નથી. હુ મારા હાથમાં પ્રદુષણ માપવાનુ મીટર લઇને નથી ફરતો, કે ખબર પડે પ્રદુષણનુ લેવલ કેટલુ ખરાબ છે. જોકે, કેએલ રાહુલે કહ્યું કે મને યકીન છે કે એટલુ ખરાબ નહીં હોય. અમે અહીં ક્રિકેટ રમવા આવ્યા છીએ. પ્રથમ ટી20 પહેલા વાયુ પ્રદુષણના સવાલ પર ટી20 ટીમના ઉપકેપ્ટન કેએલ રાહુલ ભડકી ગયો હતો.
ઉલ્લેખનીય છે કે, ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની મેચ જયપુરમાં રમાવવાની છે, આ પહેલા ગ્રાઉન્ડ પર વાયુ પ્રદુષણની અસર જોવા મળી છે. 12 નવેમ્બરે શહેરનો વાયુ પ્રદુષણનો સૂચકાંક ખરાબ રહ્યો હતો. 15 નવેમ્બરે પણ શહેરમાં વાયુ પ્રદુષણ વધુ રહ્યું, અને ધૂમાડાની ચાદર છવાઇ ગઇ હતી. ખાસ વાત છે કે, દિલ્હીમાં સૌથી ખરાબ સ્થિતિ હોવાના કારણે સુપ્રીમ કોર્ટે સરકારને પણ ખખડાવી છે.