શોધખોળ કરો
Advertisement
લોકેશ રાહુલે બનાવ્યો આ ખાસ રેકોર્ડ, રોહિત-કોહલી-ધોનીની કલબમાં થયો સામેલ
હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાઈ રહેલી સીરીઝની પ્રથમ ટી-20 મુકાબલામાં ટીમ ઈન્ડિયાના ઓપનર બેટ્સમેન કેએલ રાહુલ એક ખાસ રેકોર્ડ પોતાના નામે કર્યો છે.
હૈદરાબાદ: ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાઈ રહેલી સીરીઝની પ્રથમ ટી-20 મુકાબલામાં ટીમ ઈન્ડિયાના ઓપનર બેટ્સમેન કેએલ રાહુલ એક ખાસ રેકોર્ડ પોતાના નામે કર્યો છે. તેઓ આ મુકાબલામાં 26 રન બનાવતા જ એમએસ ધોની, સુરેશ રૈના અને વિરાટ કોહલીની ખાસ ક્લબમાં સામેલ થઈ ગયો છે.
MILESTONE 🚨
1000 T20I runs for @klrahul11 👏👏 He is the 7th Indian batsman to achieve this feat. pic.twitter.com/8oCWlpfDYg — BCCI (@BCCI) December 6, 2019
શુક્રવારે રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં 26 રન બનાવતા જ કેએલ રાહુલ ટી-20 ક્રિકેટમાં એક હજાર રન પૂરા કરી લીધા છે. કેએલ રાહુલ ક્રિકેટના ટૂંકા ફોર્મેટમાં 1000 કે તેથી વધુ રન બનાવનારો ભારતનો સાતમો ખેલાડી બની ગયો છે. અત્યાર સુધી રોહિત શર્મા, વિરાટ કોહલી, એમએસ ધોની, સુરેશ રૈના, શિખર ધવન અને યુવરાજ સિંહ આ લિસ્ટમાં સામેલ થઈ ગયા છે. ભારત તરફથી T20Iમાં સૌથી વધુ રન બનાવનારા ખેલાડી રોહિત શર્માઃ 2539 રન વિરાટ કોહલીઃ 2450 રન મહેન્દ્ર સિંહ ધોનીઃ 1617 રન સુરેશ રૈનાઃ 1605 રન શિખર ધવનઃ 1504 રન યુવરાજ સિંહઃ 1177 રન આવતા વર્ષે રમાનારા T20 વર્લ્ડકપને ધ્યાનમાં રાખીને ભારતીય ક્રિકેટ ટીમ વિવિધ વિવિધ યુવા ખેલાડીઓને અજમાવી રહ્યું છે.FIFTY!#TeamIndia opener @klrahul11 brings up his 7th T20I 50 off 37 deliveries.#INDvWI pic.twitter.com/JUp5oIyGFW
— BCCI (@BCCI) December 6, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
રાજકોટ
લાઇફસ્ટાઇલ
ક્રિકેટ
Advertisement