શોધખોળ કરો
Advertisement
કેએલ રાહુલે વિરાટ કોહલીને પાછળ છોડી ટી20 માં પૂરા કર્યા 4000 રન
કેએલ રાહુલ સૌથી ઓછી ઈનિંગમાં 4000 રન પૂરા કરનારો પ્રથમ ભારતીય બેટ્સમેન બની ગયો છે.
નવી દિલ્હી: કેએલ રાહુલ માટે વેલિંગટનમાં રમાયેલી ચોથી ટી20 ખૂબ જ યાદગાર બની ગઈ છે. આ મેચમાં રાહુલે પ્રથમ બેટિંગ કરતા 39 રનની ઈનિંગ રમી હતી. કેએલ રાહુલ સૌથી ઓછી ઈનિંગમાં 4000 રન પૂરા કરનારો પ્રથમ ભારતીય બેટ્સમેન બની ગયો છે. આ મેચ સુપર ઓવર સુધી પહોંચી હતી. સુપર ઓવરમાં પ્રથમ બેટિંગમાં આવેલા કેએલ રાહુલે ટીમ સાઉથીના પ્રથમ બે બોલ પર ફોર અને સિક્સર ફટકારી ટીમ ઈન્ડિયાની જીત આસાન કરી દીધી હતી. બાદમાં વિરાટ કોહલીએ મેચમાં જીત અપાવી હતી.
કેએલ રાહુલે ચોથી ટી 20મેચમાં 26 બોલમાં 3 ફોર અને 2 સિક્સરની મદદથી 39 રન બનાવ્યા હતા. ભારતે આ મેચમાં 20 ઓવરમાં 8 વિકેટના નુકશાન પર 165 રન બનાવ્યા હતા. બાદમાં ન્યૂઝિલેન્ડની ટીમે 20 ઓવરમાં 7 વિકેટે 165 રન બનાવ્યા અને આ મેચ સુપર ઓવર સુધી પહોંચી હતી. રોમાંચક સુપર ઓવરમાં ટીમ ઈન્ડિયાની જીત થઈ હતી.
કેએલ રાહુલ પોતાના ટી 20 કરિયરમાં 4000 રન પૂરા કરી લીધા છે. રાહુલે સૌથી ઓછી ઈનિંગમાં પોતાના ચાર હજાર રન પૂરા કર્યા અને વિરાટ કોહલીને પાછળ છોડી દિધો છે. રાહુલે પોતાના કરિયરની 117મી ઈનિંગમાં આ સફળતા મેળવી જ્યારે કોહલીએ 138 ઈનિંગમાં આ કમાલ કર્યો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
બોલિવૂડ
દેશ
Advertisement