સચિન અને સેહવાગ વિક્રમ સાઠેના જાણીતા શો what the duckમાં એક સાથે આવ્યા તથા અનેક રહસ્યો ખોલ્યા. જેમાં ડ્રેસિંગ રૂમથી લઈ પ્રથમ મુલાકાત સુધીની વાત સામેલ છે. વાતવાતમાં બંનેએ ભારતીય ટીમમાં સચિન અને સેહવાગની ઓપનિંગ જોડી કેવી રીતે બની તે અંગે જણાવ્યું હતું.
2/7
સચિન-સેહવાગે એમ પણ જણાવ્યું કે, 2003 વર્લ્ડ કપની સૌથી યાદગાર મેચ પાકિસ્તાન સામેની હતી. બંનેએ ભારતને સારી શરૂઆત અપાવી હતી, પરંતુ મેચ પહેલા સેહવાગ વસીમ અક્રમને લઈ નર્વસ હતો.
3/7
સચિન-સેહવાગે 2003 વર્લ્ડ કપ પહેલાની અમુક મેચમાં ઓપનિંગ કર્યું હતું, પરંતુ સફળતા મળી નહોતી. ખુદ કેપ્ટન સૌરવ ગાંગુલી તે સમયે ઓપનિંગમાં ઉતરતો હતો. 1997થી તેણે સચજિન સાથે મળી પ્રથમ વિકેટ માટે અનેક રેકોર્ડ પાર્ટનરશિપ કરી હતી. પરંતુ સેહવાગ આવ્યા બાદ સમીકરણ બદલાવા લાગ્યા હતા.
4/7
ગાંગુલી સેહવાગ સાથે ઓપનિંગ જોડી બનાવતા હતા અને સચિન ચોથા નંબર પર બેટિંગ કરતા હતા. પરંતુ 2003 વર્લ્ડકપમાં શરૂઆતની હાર બાદ ટીમમાં મોટો ફેરફાર થયો અને ભારતની ઓપનિંગ જોડી બદલાઈ ગઈ.
5/7
નવી દિલ્હીઃ સચિન તેંડુલકર અને વીરન્દ્ર સેહવાગને વનડે ક્રિકેટની સૌથી ખતરનાક ઓપનિંગ જોડી ગણવામાં આવે છે. બંનેએ સાથે મળીને વિશ્વના અનેક દિગ્ગજ બોલરોના છોતરાં કાઢી નાંખીને ટીમ ઈન્ડિયાને જીત અપાવી છે. પરંતુ આ બંનેની જોડી પાછળની કહાની પણ રસપ્રદ છે. નિવૃત્તિ બાદ બંને ખેલાડીઓએ એક સાથે આ રહસ્ય પરથી પડદો ઊંચક્યો હતો.
6/7
જે બાદ ટીમની રમત બદલાઈ અને તમામ 15 ખેલાડીઓને તેમની ઓપનિંગ જોડી પસંદ કરવાનું કહ્યું. 15માંથી 14 ખેલાડીઓએ સચિન-સેહવાગની જોડી પસંદ કરી, જ્યારે એક જ વોટ ગાંગુલીની તરફેણમાં હતા. જે બાદ સચિન-સેહવાગે લગભગ દરેક મેચમાં સારી શરૂઆત અપાવી અને ભારતને ફાઇનલમાં પહોંચાડ્યું.
7/7
2003 વર્લ્ડકપ શરૂ થયા પહેલા ભારતને પ્રેક્ટિસ મેચમાં હાર મળી હતી. એટલું જ નહીં ઓસ્ટ્રેલિયા સામે ભારતને કારમી હાર મળી હતી. જે બાદ ભારતીય ટીમે આગામી મુકાબલો ઝિમ્બાબ્વે સામે હતો. કોચ જોન રાઇટે ઓપનિંગ જોડીને લઈ પરેશાન હતા અને સચિનને સીધો સવાલ કર્યો હતો તારે ક્યાં નંબરે રમવું છે? સચિને પહેલાં કહ્યું કે ટીમ જ્યાં ઈચ્છે ત્યાં પરંતુ રાઇટ તેમની વાત પર અડગ રહ્યા અને સચિન પાસે ટીમ માટે ઓપનિંગ કરવી છે તેમ બોલાવવામાં સફળ રહ્યા.