સૌથી પહેલા બીસીએ સચીવ સંજય પટેલે મદદ શરૂ કરી, બાદમાં ઇરફાન પઠાણ, યુસુફ પઠાણ, ઝહીર ખાન, આશીષ નેહરા, રવિ શાસ્ત્રી સહિત દિગ્ગજો મદદે આવ્યા હતાં.
3/5
ખ્યાતિની મદદની અપીલ બાદ બીબીસીઆઇએ પાંચ લાખ, બીસીએએ ત્રણ લાખની મદદ કરી હતી, જ્યારે સૌરવ ગાંગુલી અને કૃણાલ પંડ્યાએ સારવાર માટે કોરો ચેક આપ્યો હતો.
4/5
નવી દિલ્હીઃ છેલ્લા કેટલાક દિવસોથી મોત સામે ઝઝૂમી રહેલા પૂર્વ ભારતીય બેટ્સમેન જેકબ માર્ટિનની મદદ માટે ક્રિકેટ જગત આગળ આવ્યુ છે. જેકબ માર્ટિનની પત્ની ખ્યાતિની મદદની અપીલ બાદ સૌરવ ગાંગુલી સહિતના પૂ્ર્વ ખેલાડીઓએ પૈસાની મદદ કરી છે.
5/5
જેકબ માર્ટિનની મદદે વડોદરાનો ક્રિકેટર કૃણાલ પંડ્યા આવ્યો છે, રિપોર્ટ્સ અનુસાર કૃણાલ પંડ્યા જેકબ માર્ટિનના દવાખાનના ખર્ચ માટે કોરો ચેક આપીને મદદ કરી છે. જેકબ માર્ટિનને ગત 28 ડિસેમ્બરે ગંભીર અકસ્માત નડ્યો હતો જેના કારણે તેમના લીવર અને ફેફસામાં મોટા પ્રમાણમાં ઇજા થઇ હતી. રિપોર્ટ પ્રમાણે એક દિવસનો દવાખાનનો ખર્ચ 70 હજારથી પણ વધુ છે જેને લઇને જેકબ માર્ટિનની પત્ની ખ્યાતિએ બીસીસીઆઇ, બીસીએ અને ક્રિકેટ જગત પાસે મદદ માંગી હતી.