શોધખોળ કરો
Advertisement
ન્યુઝીલેન્ડના આ ખેલાડીએ યુવરાજસિંહના રેકોર્ડની કરી બરાબરી, એક ઓવરમાં ફટકારી છ સિક્સ, જાણો વિગતે
મેચની 16 મી ઓવરમાં સતત છ સિક્સર ફટકારી હતી. આ સાથે તે ટી 20 ક્રિકેટમાં એક જ ઓવરમાં છ સિક્સર ફટકારનાર વિશ્વનો ચોથો બેટ્સમેન બની ગયો છે.
ક્રાઈસ્ટચર્ચ: ન્યુઝીલેન્ડના બેટ્સમેન લીઓ કાર્ટરે એક અનોખી સિદ્ધિ પોતાના નામે કરી છે. રવિવારે રમાયેલી મેચમાં લીઓ કાર્ટરે છ બોલમાં છ સિક્સર ફટકારી હતી. કાર્ટર આ સિદ્ધિ હાંસલ કરનાર વિશ્વનો સાતમો ખેલાડી બની ગયો છે. ન્યુઝીલેન્ડની ડોમેસ્ટિક ટી-20 લીગ સુપર સ્મેશમાં બેટિંગમાં શાનદાર પ્રદર્શન કરતા કાર્ટર 29 બોલમાં 70 રન બનાવ્યા હતા.
લીઓ કાર્ટરે નોર્ધન નાઈટ્સના સ્પિનર એન્ટન ડેવસિચ સામેની મેચની 16 મી ઓવરમાં સતત છ સિક્સર ફટકારી હતી. આ સાથે તે ટી 20 ક્રિકેટમાં એક જ ઓવરમાં છ સિક્સર ફટકારનાર વિશ્વનો ચોથો બેટ્સમેન બની ગયો છે. આ યાદીમાં પ્રથમ નામ યુવરાજ સિંહનું છે. રોસ વ્હાઇટલે બીજા ક્રમમાં છે. 2018 માં, અફઘાનિસ્તાનના હઝતુલ્લાહ જાઝાએ પણ એક ઓવરમાં છ સિક્સર ફટકારી હતી. નોર્ધન ડિસ્ટ્રિક્ટસે સુપર સ્મેશ કપની મેચમાં પહેલા બેટિંગ કરતા સાત વિકેટ પર 219 રન બનાવ્યાં. કેન્ટરબરીએ 19મી ઓવરમાં જ લક્ષ્ય મેળવી લીધું. ગેરી સોબર્સ, રવિ શાસ્ત્રી અને હર્ષેલ ગિબ્સે પણ આ સિદ્ધિ પોતાના નામે કરી છે. વેસ્ટ ઇન્ડીઝનાં ગેરી સોબર્સ, ભારતના રવિ શાસ્ત્રી અને દક્ષિણ આફ્રિકાના હર્ષેલ ગિબ્સે અન્ય ફોર્મેટમાં છ બોલમાં છ સિક્સર ફટકારી છે.36 off an over! 😲
Leo Carter hit 6 sixes in a row and the @CanterburyCrick Kings have pulled off the huge chase of 220 with 7 balls to spare at Hagley Oval! 👏 Scorecard | https://t.co/uxeeDsd3QY#SuperSmashNZ #cricketnation 🎥 SKY Sport. pic.twitter.com/nuDXdp1muG — Dream11 Super Smash (@SuperSmashNZ) January 5, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
બિઝનેસ
ક્રિકેટ
દેશ
Advertisement