શોધખોળ કરો
Advertisement
બે મહિલા ક્રિકેટર્સે કર્યા લગ્ન, સોશિયલ મીડિયા પર PHOTOS વાયરલ
વર્લ્ડ ક્રિકેટની બે મહિલા ખેલાડીઓએ એક બીજા સાથે લગ્ન કર્યા છે.
નવી દિલ્હીઃ વર્લ્ડ ક્રિકેટની બે મહિલા ખેલાડીઓએ એક બીજા સાથે લગ્ન કર્યા છે. એકનું નામ હેલી જેનસન છે જે ન્યૂઝીલેન્ડ તરફથી રમે છે અને બીજી ઓસ્ટ્રેલિયાન ડોમેસ્ટિક ટીમ મેલબર્ન સ્ટાર્સની બોલર નિકોલા હેનકોક છે.
હેલી જેનસન ન્યૂઝીલેન્ડની ફાસ્ટ બોલર છે. તે ન્યૂઝીલેન્ડ માટે 7 વન-ડે અને 20 ટી-20 મેચ રમી ચૂકી છે. જ્યારે ઓસ્ટ્રેલિયાની નિકોલા હેનકોકે હજુ સુધી આંતરરાષ્ટ્રીય ડેબ્યૂ કર્યું નથી પણ તે મેલબોર્ન સ્ટાર્સ તરફથી બિગ બેશ લીગમાં રમે છે.
બે મહિલા ક્રિકેટરે લગ્ન કર્યા હોય તેવી પ્રથમ ઘટના નથી. આ પહેલા દક્ષિણ આફ્રિકાની મહિલા ટીમની ઓલરાઉન્ડર ડેન વેન નિકર્ક અને ફાસ્ટ બોલર મારિજાને કેપે ગત વર્ષે જુલાઈમાં લગ્ન કર્યા હતા. લગ્નમાં દક્ષિણ આફ્રિકાની મોટાભાગની મહિલા ક્રિકેટર હાજર રહી હતી. કેપ્ટન વેન નિકર્ક વન-ડેમાં દક્ષિણ આફ્રિકા તરફથી સૌથી વધારે વિકેટ ઝડપનાર બોલર છે. 2017-18 સિઝનમાં તેને સીએસએ વિમેન્સ ક્રિકેટર ઓફ ધ યરનો એવોર્ડ પણ મળ્યો હતો.View this post on Instagram
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
શિક્ષણ
દેશ
દેશ
Advertisement