Messi Corona Positive: Lionel Messi સહિત PSGના ચાર ખેલાડીઓ કોરોના પોઝિટીવ
વિશ્વનો દિગ્ગજ ફૂટબોલર લિયોનેલ મેસ્સીનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. ફ્રેન્ચ કપમાં પોતાની ક્લબ PSG તરફથી સોમવારે લિયોનેલ મેસ્સીએ મેચ રમવાની હતી
નવી દિલ્હીઃ વિશ્વનો દિગ્ગજ ફૂટબોલર લિયોનેલ મેસ્સીનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. ફ્રેન્ચ કપમાં પોતાની ક્લબ PSG તરફથી સોમવારે લિયોનેલ મેસ્સીએ મેચ રમવાની હતી જે અગાઉ કોવિડ ટેસ્ટમાં તેનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. પીએસજી તરફથી જાહેર કરાયેલા નિવેદનમાં કહેવામા આવ્યું છે કે ટીમના ચાર ખેલાડીઓનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે જેમાં મેસ્સીનું નામ છે. જ્યારે નેમાર જૂનિયરનો ટેસ્ટ રિપોર્ટ નેગેટીવ આવ્યો છે.
મેસ્સી હાલમાં પીએસજી ક્લબ (PSG Club) સાથે સંકળાયેલો છે. ક્લબે વધુમાં કહ્યું કે તમામ ખેલાડીઓને અલગ રાખવામાં આવ્યા છે અને તેઓ હાલમાં કોરોના પ્રોટોકોલનું પાલન કરી રહ્યા છે. ટીમનો એક સ્ટાફ મેમ્બર પણ સંક્રમિત જોવા મળ્યો છે. ટીમના મેડિકલ ટીમે નિવેદનમાં જણાવ્યું હતું કે મેસ્સી સિવાય લેફ્ટ-બેક હુઆ બર્નેટ, બેકઅપ ગોલકીપર સર્જિયો રિકો અને 19 વર્ષીય મિડફિલ્ડર નાથન બિટુમઝાલા ચેપગ્રસ્ત મળી આવ્યા છે. આ પહેલાં મોનાકોની ટીમનાં પણ કોરોનાના સાત કેસો નોંધાયા હતાં. જો કે, તેમાંથી કોઈના પણ કોઈ ગંભીર લક્ષણો ન હોતા દેખાયાં.
કોરોનાના ચેપ વધતા સાઉથમ્પટનમાં યોજાનારી ઇંગ્લિશ પ્રીમિયર લીગ ફૂટબોલ મેચને સ્થગિત કરવામાં આવી છે. EPL એ આ વિશે જાણકારી આપી. ગુરુવારે એવર્ટન સામેની ન્યૂકાસલની અગાઉની મેચ પણ મોકૂફ રાખવામાં આવી હતી. પ્રીમિયર લીગે જણાવ્યું હતું કે કોવિડ-19 કેસ અને ઇજાઓને કારણે ન્યૂકાસલ પાસે સેન્ટ મેરી સ્ટેડિયમમાં સાઉધમ્પ્ટનનો સામનો કરવા માટે જરૂરી 13 ખેલાડીઓ અને એક ગોલકીપર નથી.
આ પણ વાંચો..........
CDS Bipin Rawat : બિપિન રાવતના હેલિકૉપ્ટર ક્રેશનું શું છે કારણ, સામે આવી મોટી જાણકારી
IPO 2022: આ વર્ષે આવશે અનેક આઇપીઓ, જાણો શું કહે છે એક્સપર્ટ
વર્ષ 2022માં આ રાશિના લોકો પર શનિ દેવની રહેશે કૃપા
UPI Payment: ઇન્ટરનેટ વિના કેવી રીતે કરશો UPIથી પૈસા ટ્રાન્સફર, આ છે આખી પ્રક્રિયા