(Source: ECI/ABP News/ABP Majha)
Malaysia Masters 2022: PV Sindhuને ક્વાર્ટર ફાઇનલમાં tai tzu yingએ આપી હાર, ટુનામેન્ટમાંથી બહાર
ભૂતપૂર્વ વર્લ્ડ ચેમ્પિયન પીવી સિંધુ શુક્રવારે એક્સિયાટા એરેના ખાતે તેની મહિલા સિંગલ્સ ક્વાર્ટર ફાઇનલમાં તાઈ ત્ઝૂ યિંગ સામે હાર્યા બાદ મલેશિયા માસ્ટર્સ 2022માંથી બહાર થઈ ગઈ હતી.
PV Sindhu Malaysia Masters 2022: ભૂતપૂર્વ વર્લ્ડ ચેમ્પિયન પીવી સિંધુ શુક્રવારે એક્સિયાટા એરેના ખાતે તેની મહિલા સિંગલ્સ ક્વાર્ટર ફાઇનલમાં તાઈ ત્ઝૂ યિંગ સામે હાર્યા બાદ મલેશિયા માસ્ટર્સ 2022માંથી બહાર થઈ ગઈ હતી. બેડમિન્ટન વર્લ્ડ રેન્કિંગમાં સાતમા સ્થાને રહેલી સિંધુને 55 મિનિટની મેચમાં ચીની તાઈપેઈ અને વિશ્વની બીજા નંબરની ખેલાડી તાઈ ત્ઝૂ સામે 13-21, 21-12, 12-21થી હારનો સામનો કરવો પડ્યો હતો. સિંધુની તાઈ ત્ઝુ સામે આ સતત સાતમી અને 22 મેચોમાં તેની 17મી હાર હતી.
Malaysia Masters 2022: PV Sindhu bows out, loses to Tai Tzu-ying in quarter-finals
— ANI Digital (@ani_digital) July 8, 2022
Read @ANI Story | https://t.co/Z8Y9UUz0Hu#MalaysiaMasters2022 #PVsindhu #TzuYing pic.twitter.com/bkAjqo75DV
બે વખતની ઓલિમ્પિક મેડલ વિજેતા ટોક્યો 2020 સેમિફાઇનલમાં અને ગયા અઠવાડિયે મલેશિયા ઓપન ક્વાર્ટર ફાઇનલમાં તાઇ ત્ઝૂ સામે હારી ગઈ હતી. મેચમાં સિંધુને તાઈ જૂના ડિફેન્સને તોડવું મુશ્કેલ લાગ્યું અને તે પહેલા સેટમાં 11-9થી પાછળ રહી ગઇ હતી. ચીની તાઇપે શટલરે બેકહેન્ડ શોટ અને સ્મેશના સારા મિશ્રણ સાથે મેચમાં 1-0ની સરસાઈ મેળવી હતી.
સિંધુએ બીજી ગેમમાં ઝડપી શરૂઆત કરી હતી અને 11-4ની લીડ મેળવી હતી. તાઈ ત્ઝૂએ રમતની મધ્યમાં વાપસી કરી હતી પરંતુ પ્રારંભિક લીડથી સિધુને મેચને ત્રીજી ગેમમાં લઈ જવામાં મદદ મળી. બંને શટલરોએ તેમની નિર્ણાયક રમતમાં જોરદાર લડત આપી. જો કે, અંતમાં સિંધુને હારનો સામનો કરવો પડ્યો હતો. મેન્સ સિંગલ્સમાં મલેશિયા માસ્ટર્સ 2022માં ભારતના એક માત્ર ખેલાડી એચએસ પ્રણયનો મલેશિયા માસ્ટર્સ 2022માં જાપાનના કાંતા સુનેયામા સામે રમશે.