શોધખોળ કરો
Advertisement
ભારતને વર્લ્ડકપ જીતાડનાર ક્રિકેટર આવ્યો વિવાદમાં, પોલીસે ફાઈલ કરી ચાર્જશીટ
દિલ્હી પોલીસ તરફથી દાખલ કરેલી ચાર્જશીટમાં બતાવ્યું છે કે તેણે પોતાની ઉંમર એક વર્ષ ઓછી બતાવી છે.
નવી દિલ્હીઃ 2018 અંડર-19 વર્લ્ડકપ ફાઈનલમાં પોતાની દમદાર ઈનિંગના જોરે જીત અપાવીને ચર્ચામાં આવેલ મનજોત કાલરા હવે ઉંમર સંબંધી છેતરપિંડીમાં ફસાઈ ગયા છે. કલરા પર ખોટા દસ્તાવેજની મદદથી પોતાની ખરેખર ઉંમર છૂપવાવનો આરોપ લાગ્યો છે.
દિલ્હી પોલીસ તરફથી દાખલ કરેલી ચાર્જશીટમાં બતાવ્યું છે કે તેણે પોતાની ઉંમર એક વર્ષ ઓછી બતાવી છે. ચાર્જશીટમાં કહેવાયું છે કે કાલરાની અસલી જન્મ તારીખ 15 જાન્યુઆરી 1998 છે પણ તેણે 15 જાન્યુઆરી 1999 બતાવી હતી. પોલીસે મનજોત કાલરાના સ્થાને તેના પિતા પરવીન કુમાર અને માતા રંજીત કૌરનું નામ ચાર્જશીટમાં રાખ્યું છે. આ સિવાય બીજા 11 બાળકોના માતા-પિતાના નામ પણ સામેલ છે.
ચાર્જશીટમાં કહેવાયું છે કે એ સ્પષ્ટ છે કે મનજોત કાલરાની જન્મ તારીખ તેના માતા-પિતાએ દિલ્હી માટે રમવાનો ફાયદો મળે તે માટે બદલી છે. એ વાત પર કોઈ શંકા નથી કે મનજોત કાલરાના પરિવારજનોએ તેના બર્થ સર્ટિફિકેટમાં ફેરફાર કર્યો છે.
મનજોત કાલરાના પિતાએ પોલીસના આરોપથી ઇન્કાર કર્યો છે. તેમણે કહ્યું હતું કે જ્યારે તે પ્રથમ વખત સ્કૂલમાં દાખલ થયો તો એક સંબંધીએ ખોટી જન્મ તારીખ લખાવી દીધી હતી. બાદમાં તેને ઠીક કરાવી હતી. તેના જન્મનું અસલી વર્ષ 1999 જ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
ગુજરાત
દુનિયા
સુરત
Advertisement
gujarati.abplive.com
Opinion