નવી દિલ્હીઃ ભારત અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે છ ડિસેમ્બરથી ચાર મેચની ટેસ્ટ સીરીઝનો પ્રથમ મેચ એડિલેડમાં રમાશે. ત્યારે બીસીસીઆઈએ સોશિયલ મીડિયા પર એક મિનિટનો વીડિયો પોસ્ટ કર્યો છે, જે ખૂબ વાયરલ થઈ રહ્યો છે.
2/4
આ વીડિયોમાં રોહિત તેના સાથિઓએ એક સવાલનો જવાબ આપ્યો છે કે- કોણ છે જે ગમે તે જગ્યાએ સુઈ શકે છે? આ સવાલના જવાબમાં આ ખેલાડીઓએ રસપ્રદ જવાબ આપ્યા છે અને ફેન્સ આ વીડિયોને ખૂબ પસંદ પણ કરી રહ્યા છે.
3/4
બીસીસીઆઈએ સવાલ જવાબના આ સેશનનો વીડિયો પોસ્ટ કરતાં લખ્યું, કોને સૌથી વધારે ભૂખ લાગી છે?, કોને ફોનની આદત છે?, હેડશોટ ફોટોશૂટ દરમિયાન ટીમ ઇન્ડિયાની અનેક રસપ્રદ વાતો સામે આવી છે.
4/4
વીડિયોમાં રોહિત શર્મા, દિનેશ કાર્તિક, લોકેશ રાહુલ, ભુવનેશ્વર કુમાર અને જસપ્રીત બુમરાહ ‘રેપિડ ફાયર’માં સવાલોનો જવાબ આપતા હતા અને તેનું નામ રાખ્યું હતું- ‘વન મિનટ રેપ વિધ ટીમ ઇન્ડિયા’.