Hockey WC: આજે ન્યૂઝીલેન્ડને હરાવવા મેદાનમાં ઉતરશે ટીમ ઇન્ડિયા, જાણો કેટલા વાગે ને કઇ ચેનલ પરથી જોઇ શકાશે લાઇવ મેચ
ખાસ વાત છે કે, ટીમ ઇન્ડિયા હૉકી વર્લ્ડકપ 2023ની ક્વાર્ટર ફાઇનલમાં સીધો પ્રવેશ કરવામાં અસફળ રહ્યાં બાદ આજે ક્રૉસઓવર મેચ રમી રહી છે.
India vs New Zealand Live Broadcast & Streaming: હૉકી વર્લ્ડકપની 15મી સિઝનમાં આજે ભારતીય પુરુષ હૉકી ટીમ કરો યા મરો મેચમાં ન્યૂઝીલેન્ડ સામે ટકરાશે. આજે રવિવારે ભારત અને ન્યૂઝીલેન્ડની ટીમ વચ્ચે ક્રૉસઓવર મેચ સાંજે રમાશે.
જોકે, ખાસ વાત છે કે, ટીમ ઇન્ડિયા હૉકી વર્લ્ડકપ 2023ની ક્વાર્ટર ફાઇનલમાં સીધો પ્રવેશ કરવામાં અસફળ રહ્યાં બાદ આજે ક્રૉસઓવર મેચ રમી રહી છે. આ મેચને જીતીને હરમનપ્રીત સિંહ એન્ડ કંપની આ પ્રતિષ્ઠિત ટૂર્નામેન્ટની અંતિમ 8માં જગ્યા બનાવી શકે છે. ભારત અને ન્યૂઝીલેન્ડની ટીમને આજે હરાવી દે છે, તો આગામી મેચ હાલની ચેમ્પીયન ટીમ બેલ્ઝિયમ રમશે.
જાણો આજની મેચ કઇ ચેનલ પરથી કેટલા વાગે જોઇ શકાશે લાઇવ ટેલિકાસ્ટ -
અહીં લાઈવ બ્રોડકાસ્ટ અને સ્ટ્રીમિંગ જુઓ -
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે આ ક્રૉસઓવર મેચ 22 જાન્યુઆરીએ રમાશે. બંને ટીમો વચ્ચેની આ મેચ ભારતીય સમય અનુસાર સાંજે 7 વાગ્યે શરૂ થશે. જ્યારે મેચ ઓડિશાના કલિંગા સ્ટેડિયમ, ભુવનેશ્વરમાં રમાશે. આ મેચનું જીવંત પ્રસારણ Star Sports First, Star Sports Select 2 SD અને Star Sports Select 2 HD પર કરવામાં આવશે. આ સિવાય ચાહકો Disney + Hotstar એપ પર લાઈવ સ્ટ્રીમિંગ જોઈ શકશે.
ભારતીય ટીમનો સફર કેવો રહ્યો આ વર્લ્ડકપમાં -
ભારતીય ટીમ માટે આ હૉકી વર્લ્ડકપ અત્યાર સુધી શાનદાર રહ્યો છે. તેને પોતાની પહેલી મેચમાં સ્પેન વિરુદ્ધ 2-0 થી મેચ જીતી, આ પછી ઇંગ્લેન્ડ વિરુદ્ધ ટીમ ઇન્ડિયાની મેચ 0-0 થી ડ્રૉ રહી હતી. ત્રીજી મેચમાં ભારતે વેલ્સને 4-2 થી હરાવ્યુ હતુ. તે 7 પૉઇન્ટની સાતે પોતાના પૂલ ડીમાં બીજા નંબર પર છે. ગૉલ અંતર ઓછા હોવાના કારણે તે પહેલુ સ્થાન હાંસલ નથી કરી શકી. વળી, ન્યૂઝીલેન્ડની વાત કરીએ તો ન્યૂઝીલેન્ડને પોતાના પૂલમાં નેધરલેન્ડ્સ અને મલેશિયા વિરુદ્ધ હારનો સામનો કરવો પડ્યો હતો. તેને એકમાત્ર ચિલી જેવી નબળી ટીમ વિરુદ્ધ જ જીત હાંસલ કરી છે. પોતાના પૂલમાં તે ત્રીજા નંબર પર રહી હતી.
ભારત-ન્યૂઝીલેન્ડ, હેડ ટૂ હેડ રેકોર્ડ -
એફઆઇએચ હૉકી વર્લ્ડકપની અધિકારીક વેબસાઇટ અનુસાર, જો ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેના હાર જીતના રેકોર્ડ જોઇએ તો, તે અનુસાર, ભારતીય ટીમનુ પલડુ ભારે દેખાઇ રહ્યું છે. ભારત 44 વાર ન્યૂઝીલેન્ડ સામે મેદાનમાં ઉતર્યુ છે, આ 44 મેચોમાંથી ભારતીય ટીમે 24 મેચોમાં જીત હાંસલ કરી છે, અને માત્ર 5 મેચો ટાઇ રહી છે. તો સામે ન્યૂઝીલેન્ડે આમાંથી માત્ર 15 મેચોમાં જ જીત નોંધાવી છે. આ આંકડા પરથા જાણી શકાય છે કે ભારતીય હૉકી ટીમનુ પલડુ ન્યૂઝીલેન્ડ ટીમ સામે ભારે રહ્યું છે. જોકે, આજે હૉકી વર્લ્ડકપ 2023માંની ક્રૉસઓવર મેચ પર તમામની નજર ટકી છે.
ભારતીય ટીમને 47 વર્ષ બાદ મોકો -
ભારતીય ટીમે વર્ષ 1975માં હૉકી વર્લ્ડકપનો ખિતાબ જીત્યો હતો, અને હવે ભારતની ધરતી પર રમાઇ રહેલા વર્લ્ડકપમાં આ આશા વધી ગઇ છે, ભારતવાસીઓ આશા રાખી રહ્યાં છે કે ફરી એકવાર આ ખિતાબ ટીમ ઇન્ડિયા જીતવામાં સફળ રહે, ભારત ફરીથી ચેમ્પીયન બને. આ વખતે ઓડિશામાં આ હૉકી વર્લ્ડકપ રમાઇ રહ્યો છે, અને ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયક પણ ખેલાડીઓનો ઉત્સાહ વધારી રહ્યાં છે.