નોંધનીય છે કે, અર્જુન રણતુંગાને શ્રીલંકન ક્રિકેટના સૌથી મહાન ક્રિકેટો પૈકી ગણવામાં આવે છે. તેના નામે 5105 ટેસ્ટ રન અને 7456 વનડે રન છે. રણતુંગાની કેપ્ટનશિપમાં જ શ્રીલંકા 1996નો વર્લ્ડ કપ જીત્યું હતું. અત્યારે તે શ્રીલંકન સરકરામાં પેટ્રોલિયમ મંત્રી છે.
2/4
મહિલાએ આગળ જણાવ્યું કે, તેનાથી બચીને તરત જ હું રિસેપ્શન પહોંચી અને તેના વિરૂદ્ધ ફરિયાદ કરી પણ હોટલ સ્ટાફે એમ કહીને મારી મદદ કરવાની ના પાડી દીધી કે, આ તમારો અંગત મુદ્દો છે. અમે કંઈ ન કરી શકીએ.
3/4
એર હોસ્ટેસે પોતાની પોસ્ટમાં લખ્યું છે, ‘મને અને મારી સહકર્મીને મુંબઈની હોટલ જુહૂ સેંતુરમાં ભારત અને શ્રીલંકાના ક્રિકેટર દેખાયા. અમે ઓટોગ્રાફ લેવા માટે તેમની પાસે ગયા. મારી સાથી એક ભારતીય ક્રિકેટર સાથે સ્વિમિંગ પુલ તરફ ચાલી ગઈ. જેવી હું એકલી પડી કે તરત રણતુંગાએ મારી કમર પકડી અને મારા બ્રેસ્ટને સ્પર્શવા લાગ્યો. મેં બૂમ પાડીને તેના પગ પર લાત મારી પોતાને છોડાવી.’
4/4
નવી દિલ્હીઃ તનુશ્રી દત્તા દ્વારા નાના પાટેકર પર જાતીય સતામણીનો આરોપ લગાવ્યા બાદથી દેશભરમાં MeToo મૂવમેન્ટે જોર પકડ્યું છે. અનેક મોટી હસ્તિઓના નામ સતત સામે આવી રહ્યા છે અને હવે તેમાં રમત જગતનો પણ ઉમેરો થયો છે. એક બાજુ ફુટબોલ દિગ્ગજ ખેલાડી ક્રિસ્ટિયાનો રોનાલ્ડો પર સતત ચાર મહિલાઓએ રેપનો આરોપ લગાવ્યો છે તો હવે ક્રિકેટ જગતમાંથી પણ એક નામ સામે આવ્યું છે. એક ભારીતય એર હોસ્ટેસે શ્રીલંકાના પૂર્વ દિગ્ગજ વલ્ડ કપ વિજેતા કેપ્ટન અને હાલમાં શ્રીલકન સરકારમાં મંત્રી અર્જુન રણતુંગા પર જાતીય સતામણી આરોપ લગાવ્યો છે.