શોધખોળ કરો
Advertisement
ટીમ ઈન્ડિયાના હેડ કોચ ન બની શકવા બદલ માઇક હેસને શું કહ્યું? જાણો વિગતે
ન્યૂઝીલેન્ડના સ્ટાર અને દિગ્ગજ ઓલરાઉન્ડર કોચ માઈક હેસન આઈપીએલમાં ભારતીય કેપ્ટન વિરાટ કોહલીની ફ્રેન્ચાઇઝી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સાથે સંકળાયા છે. તેમણે સ્પષ્ટ કરી દીધું કે તેઓ હવે ટીમ ઈન્ડિયાના કોચ પદે અરજી કરવાથી ઘણા આગળ નીકળી ગયા છે.
નવી દિલ્હીઃ ન્યૂઝીલેન્ડના સ્ટાર અને દિગ્ગજ ઓલરાઉન્ડર કોચ માઈક હેસન આઈપીએલમાં ભારતીય કેપ્ટન વિરાટ કોહલીની ફ્રેન્ચાઇઝી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સાથે સંકળાયા છે. તેમણે સ્પષ્ટ કરી દીધું કે તેઓ હવે ટીમ ઈન્ડિયાના કોચ પદે અરજી કરવાથી ઘણા આગળ નીકળી ગયા છે.
હેસને કર્ણાટક પ્રીમિયર લીગમાં કહ્યું, હું આ પૂરી પ્રક્રિયામાંથી પસાર થયો છું અને તેનાથી ખુશ છું. હું રવિ અને તેની ટીમને મારી શુભકામના પાઠવું છું. તમને હંમેશા એક કોચ તરીકે જ ઓળખવામાં આવે છે. કોઈપણ કોચિંગ સમૂહની અંદર તમારા રમવાના અનુભવની જરૂર હોય છે. જે અનેક કોચોનો સમન્વય હોય છે.
આરસીબી સાથે જોડાયા બાદ પોતાની નવી જવાબદારીને લઈ હેસને કહ્યું, પહેલા એક બે મહિના તો લોકોને જાણવામાં જ લાગશે. શું કરવાનું છે અને શું નહીં તે બીજી ચીજ છે. દૂરથી વસ્તુને જોવી એક અલગ વાત છે અને પૂરી ટીમ સાથે હળીમળી જવું બીજી વાત છે. અમે થોડી રાહ જોઈશું અને દરેક ચીજો કઈ રીતે બને છે તે જોઈશું.
માઈક હેસન ન્યૂઝીલેન્ડના હેડ કોચ રહ્યા છે. આ ઉપરાંત આર્જેન્ટીના તથા કેન્યા જેવી ટીમોને પણ કોચિંગ આપ્યું છે. જ્યારે આઈપીએલમાં તેઓ કિંગ્સ ઇલેવન પંજાબ ટીમને પણ કોચિંગ આપી ચુક્યા છે.
IND v WI: આવતીકાલથી બીજી ટેસ્ટ, ઈશાંત શર્મા એક વિકેટ લેવાની સાથે જ કપિલ દેવનો તોડી નાંખશે આ રેકોર્ડ, જાણો વિગતે
ભારતને યુદ્ધની ધમકી આપતા પાકિસ્તાન પાસે લાઇટ બિલ ભરવાના પણ નથી રૂપિયા, પ્રધાનમંત્રી સચિવાલયનું કપાઇ શકે છે કનેકશન
ધોનીના કરિયરનો ધ એન્ડ ? દક્ષિણ આફ્રિકા સામે ટીમમાં સ્થાન મળવાની શક્યતા નહીંવત
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બોલિવૂડ
અમદાવાદ
દેશ
Advertisement