ગુરુવારે રમાયેલી મેચમાં થાઇલેન્ડ અને મલેશિયા વિરુધ્ધ સામાન્ય જીત બાદ ભારતે છેલ્લી મેચમાં બાંગ્લાદેશ વિરુધ્ધ સાત વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો જે પોતાના આ પાડોશી દેશ વિરુદ્ધ કોઇ પણ ફોર્મેટમાં તેમની પ્રથમ હાર છે.
2/4
મિતાલી રાજે આ ઉપલબ્ધિ પોતાની 74મી મેચમાં મેળવી છે. તે દરમિયાન 71 ઈનિંગ્સમાં 18 વખત અણનમ રહેતા 14 અડધી સદી નોંધાવી છે.
3/4
આજે રમાયેલી મેચમાં શ્રીલંકાની ટીમ 20 ઓવરમાં સાત વિકેટ ગુમાવી 107 રન બનાવી શકી હતી તેના જવાબમાં ભારતે ત્રણ વિકેટ ગુમાવી 110 રન બનાવી જીત મેળવી હતી. ફાઇનલમાં સ્થાન મેળવવા માટે ભારતે શનિવારે કટ્ટર હરીફ પાકિસ્તાને હરાવું પડશે.
4/4
નવ દિલ્હી: ભારતે 7 જૂને મહિલા એશિયા કપ ટી-20 ટૂર્નામેન્ટમાં શ્રીલંકાને સાત વિકેટથી હરાવી ફાનઇલમાં પહોંચવાની આશા જીવંત રાખી છે. આ મેચમાં મિતાલવી રાજે 23 રનની ઇનિંગ રમી હતી. તેની સાથેજ તે આંતરરાષ્ટ્રીય ટી-20 ક્રિકેટમાં 2 હજાર રન પૂરા કરનારી પ્રથમ ભારતીય મહિલા ક્રિકેટર બની ગઈ છે.