શોધખોળ કરો
Advertisement
'સારી ક્રિકેટ રમુ છું, છતાં મને મારા દેશના લોકો જ નફરત કરે છે', કયા ક્રિકેટરે જાહેરમાં કહ્યું આવુ
માર્શે કહ્યું કે, હું ઓસ્ટ્રેલિયા માટે સારુ પ્રદર્શન કરુ છુ, છતાં મારા જ દેશના કેટલાય લોકો મને પસંદ નથી કરતાં, મને નફરત કરે છે
નવી દિલ્હીઃ હાલમાં એશીઝ સીરીઝની અંતિમ ટેસ્ટ મેચ ઓવલ ગ્રાઉન્ડમાં રમાઇ રહી છે, પહેલા દિવસની રમતના અંતે ઇંગ્લેન્ડની ટીમે 8 વિકેટ ગુમાવીને 271 રન બનાવી લીધા છે. પહેલા દિવસની રમતમાં ઓસ્ટ્રેલિયા તરફથી હીરો મિશેલ માર્શ રહ્યો, તેને ચાર વિકેટ ઝડપીને તરખાટ મચાવી દીધો હતો.
સીરીઝની પહેલી મેચ રમનારા 27 વર્ષીય ઓલરાઉન્ડર મિશેલ માર્શે પહેલા દિવસની રમત બાદ એક મોટુ રાજ ખોલ્યુ હતુ. માર્શે કહ્યું કે, હું ઓસ્ટ્રેલિયા માટે સારુ પ્રદર્શન કરુ છુ, છતાં મારા જ દેશના કેટલાય લોકો મને પસંદ નથી કરતાં, મને નફરત કરે છે.
માર્શે કહ્યું કે, “ઓસ્ટ્રેલિયાના મોટાભાગના લોકો મને નફરત કરે છે, ઓસ્ટ્રેલિયન બહુજ ભાવુક છે, તે પોતાની ક્રિકેટને પ્રેમ કરે છે. તે ઇચ્છે છે કે લોકો સારુ કરે. આમાં કોઇ શંકા નથી કે મારી પાસે ટેસ્ટ ક્રિકેટ માટે ખુબ સમય છે, મોકો છે. હું બેગી ગ્રીન કેપને ખુબ પ્રેમ કરુ છુ અને હું કોશિશ કરતો રહીશ અને આશા છે કે એક દિવસ હુ જીતી લઇશ.”
નોંધનીય છે કે, પાંચ ટેસ્ટ મેચોની એશીઝ સીરીઝમાં ઓસ્ટ્રેલિયા 2-1થી આગળ છે, હાલ પાંચમી અને અંતિમ ટેસ્ટ મેચ રમાઇ રહી છે. જોકે, મિશેલ માર્શને છેલ્લી ટેસ્ટમાં રમવાનો મોકો મળ્યો છે.Gold 😂 Mitch Marsh on the 'sniper' that got him again on day one and the big sacrifice he had to make on his way back to the Test team! #Ashes pic.twitter.com/zZf608xyUc
— cricket.com.au (@cricketcomau) September 12, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ટેકનોલોજી
બિઝનેસ
Advertisement