શોધખોળ કરો
Advertisement
પાકિસ્તાનના પૂર્વ ફાસ્ટ બાલરનો દાવો, કહ્યું- મારી વાત માનતા જ ખતરનાક થઈ ગયો શમી
શોએબે તેની યૂ-ટ્યુબ ચેનલ પર દાવો કર્યો છે કે, મોહમ્મદ શમીએ તેની સલાહ માની અને તે સફળ રહ્યો. મે એક વખત શમીને રિવર્સ સ્વિંગનો ઉપયોગ કરીને ખતરનાક બોલર બનવાની સલાહ આપી હતી. વર્લ્ડકપ બાદ મને શમીનો ફોન આવ્યો હતો. સેમિ ફાઇનલમાં ભારત હારી જતાં તે નિરાશ હતો.
લાહોરઃ પાકિસ્તાનના પૂર્વ ફાસ્ટ બોલર અને રાવલપિંડી એક્સપ્રેસ તરીકે ઓળખાતો શોએબ અખ્તર ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ શમીના રિવર્સ સ્વિંગનો ફેન બની ગયો છે. તેણે શમીની પ્રશંસા કરી હતી. પરંતુ તેને એ વાતનું દુઃખ છે કે કોઈ પણ પાકિસ્તાની ફાસ્ટ બોલર તેની પાસે સલાહ લેવા નથી આવતા પરંતુ શમી તેની પાસ્ટ બોલિંગને લઈ શોએબ સાથે સંપર્કમાં રહે છે.
શોએબે તેની યૂ-ટ્યુબ ચેનલ પર દાવો કર્યો છે કે, મોહમ્મદ શમીએ તેની સલાહ માની અને તે સફળ રહ્યો. મે એક વખત શમીને રિવર્સ સ્વિંગનો ઉપયોગ કરીને ખતરનાક બોલર બનવાની સલાહ આપી હતી. વર્લ્ડકપ બાદ મને શમીનો ફોન આવ્યો હતો. સેમિ ફાઇનલમાં ભારત હારી જતાં તે નિરાશ હતો. તે કહ્યું સેમિ ફાઇનલમાં નહીં રમી શકવાના કારણે દુઃખી હતો. મેં તેને આશ્વાસન આપ્યું અને કહ્યું કે હાલ તું સારા ફોર્મમાં છે અને ફિટનેસને લઈ સારી સ્થિતિમાં છે.
જે બાદ મેં તેને કહ્યું, સાઉથ આફ્રિકા સામે રમાનારી ઘરેલુ સીરિઝ પહેલા તું ફિટનેસ જાળવી રાખશે. તું ખતરનાક બોલર બને અને બેટ્સમેનોને પરેશાન કરે તેમ હું ઈચ્છું છું. અખ્તરે કહ્યું કે, તારી પાસે સારી સીમ અને સ્વિંગ છે. રિવર્સ સ્વિંગ ઉપમહાદ્વીપના ઘણા ઓછા બોલર પાસે છે. તું રિવર્સ સ્વિંગનો સુલતાન બની શકે છે.
ટૉપલેસ થઈ બિગ બોસની પૂર્વ સ્પર્ધક, આપ્યા બોલ્ડ પોઝ
ઝહીર ખાનને બર્થ ડે વિશ કરીને પણ ટ્રોલ થયો હાર્દિક પંડ્યા, જાણો વિગતે
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
દેશ
દેશ
ધર્મ-જ્યોતિષ
Advertisement