શોધખોળ કરો
Advertisement
વેસ્ટ ઈન્ડિઝે આ ભારતીયને બનાવ્યો બેટિંગ કોચ, જાણો કોણ છે
વેસ્ટ ઈન્ડિઝે મોન્ટી દેસાઈને ભારત પ્રવાસ પહેલા ટીમનો બેટિંગ કોચ બનાવ્યો છે. મોન્ટીને બે વર્ષ માટે કેરેબિયન ટીમનો બેટિંગ કોચ બનાવાયો છે.
નવી દિલ્હીઃ વેસ્ટ ઈન્ડિઝે મોન્ટી દેસાઈને ભારત પ્રવાસ પહેલા ટીમનો બેટિંગ કોચ બનાવ્યો છે. મોન્ટીને બે વર્ષ માટે કેરેબિયન ટીમનો બેટિંગ કોચ બનાવાયો છે. દેસાઈ ભારત અને વેસ્ટ ઈન્ડિઝ સામે રમાનારી ટી20 સીરિઝમાં ટીમનો હિસ્સો રહેશે.
મોન્ટી દેસાઈ કેનેડાની ટીમનો હેડ કોચ પણ રહી ચુકયો છે. ઉપરાંત આઈસીસી વર્લ્ડ કર ક્વોલિફિકેશન ટૂર્નામેન્ટમાં અફઘાનિસ્તાનની ટીમનો બેટિંગ કોચ પણ રહી ચુકયો છે. તેણે UAEની ટીમ સાથે પણ કામ કર્યુ છે. IPL ફ્રેન્ચાઇઝી રાજસ્થાન રોયલ્સ અને ગુજરાત લાયન્સ સાથે પણ તેણે કામ કર્યુ છે.
મોન્ટીએ કહ્યું, હું આ સફર માટે બિલકુલ તૈયાર છું અને ટીમમાં જીતનો માહોલ બનાવવા માંગુ છું. હું હેડ કોચ ફિલ સિમોન્સ સાથે જલદીથી જોડાવા તૈયાર છું. સિમોન્સે પણ કહ્યું, અમે દેસાઈની રાહ જોઈ રહ્યા છે. તેનામાં ખેલાડીઓને ટેલેન્ટ પારખવાની અને તેમના પ્રદર્શનમાં નિખાર લાવવાની શાનદાર કળા છે. મેં મોન્ટી સાથે પહેલા પણ કામ કર્યુ છે.Monty Desai will join the Kieron Pollard-led West Indies side ahead of the three-match T20I series against India.https://t.co/jcQ1pvItQE
— ICC (@ICC) December 4, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
સમાચાર
અમદાવાદ
દુનિયા
Advertisement