શોધખોળ કરો

FIFA World Cup 2026માં વધુ એક ઉલટફેર, મોરક્કોએ નેધરલેન્ડ્સને પેનલ્ટી શૂટઆઉટમાં હરાવ્યું

રાઉન્ડ ઓફ 32મા રાઉન્ડના બીજા દિવસે બે મેચ પેનલ્ટી શૂટઆઉટમાં ગઈ અને બે ફૂટબોલ પાવરહાઉસ ફિફા વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગયા

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ૨૦૨૬ ફિફા વર્લ્ડ કપ રાઉન્ડ ૩૨માં મોરક્કોએ નેધરલેન્ડ્સને હરાવ્યું.
  • પૂર્ણ સમયની મેચ ૧-૧ ની બરાબરી પછી પેનલ્ટી શૂટઆઉટમાં ગઈ.
  • મોરક્કોએ પેનલ્ટી શૂટઆઉટમાં નેધરલેન્ડ્સને ૩-૨ થી હરાવી જીત મેળવી.
  • ગોલકીપર યાસીન બોનોના શાનદાર પ્રદર્શનથી મોરક્કો રાઉન્ડ ૧૬માં પહોંચ્યું.

2026ના ફિફા વર્લ્ડ કપના રાઉન્ડ ઓફ 32ની ચોથી મેચમાં વર્જિલ વાન જિકની કેપ્ટનશીપ હેઠળના નેધરલેન્ડ્સનો અશરફ હકીમીની કેપ્ટનશીપ હેઠળની મોરક્કો ટીમ સામે પરાજય થયો. એસ્ટાડિયો સ્ટેડિયમ ખાતે પેનલ્ટી શૂટઆઉટમાં મોરક્કોએ મેચ જીતી. રાઉન્ડ ઓફ 32મા રાઉન્ડના બીજા દિવસે બે મેચ પેનલ્ટી શૂટઆઉટમાં ગઈ અને બે ફૂટબોલ પાવરહાઉસ ફિફા વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગયા. પેરાગ્વેએ જર્મનીને બહાર કરી દીધું અને હવે મોરક્કોએ નેધરલેન્ડ્સને ટુર્નામેન્ટમાંથી બહાર કરી દીધું છે.

પૂર્ણ સમય પછી સ્કોર 1-1 થી બરાબરી પર રહ્યો. 30 મિનિટના વધારાના સમય પછી કોઈ ગોલ થયો નહીં, જેના કારણે સ્કોર 1-1થી બરાબરી પર રહ્યો. ત્યારબાદ પરિણામ પેનલ્ટી શૂટઆઉટમાં ગયું. મોરક્કોએ પેનલ્ટી શૂટઆઉટમાં નેધરલેન્ડ્સને 3-2 થી હરાવીને રાઉન્ડ ઓફ 16માં પ્રવેશ કર્યો. મોરક્કોનું વર્તમાન ફિફા રેન્કિંગ છઠ્ઠા સ્થાને છે, જ્યારે નેધરલેન્ડ્સ સાતમા સ્થાને છે.

અંતિમ મિનિટો સુધી રોમાંચક મુકાબલો ચાલુ રહ્યો

મેચ શરૂઆતથી જ જોરદાર સ્પર્ધા જોવા મળી હતી. 71મી મિનિટે ડચ સ્ટાર કોડી ગાકપોએ શાનદાર ગોલ કરીને નેધરલેન્ડ્સને 1-0ની મહત્વપૂર્ણ લીડ અપાવી. એવું લાગતું હતું કે આ એક જ ગોલના કારણે રોનાલ્ડ કોમેનની ટીમ આગળના રાઉન્ડમાં આગળ વધશે અને મોરક્કોની સફર પૂરી થશે. પરંતુ આફ્રિકન લાયન્સે હાર માનવાનો ઇનકાર કર્યો. ઈન્જરી  ટાઈમમાં (90+1 મિનિટ), ઇસા ડિઓપે ડચ ડિફેન્સને ભેદીને ગોલ કર્યો હતો અને સ્કોર 1-1 પર બરાબર કર્યો 

શૂટઆઉટમાં મોરક્કોનો વિજય 

ત્યારબાદ પેનલ્ટી શૂટઆઉટમાં દબાણ એટલું હતું કે બંને ટીમોના ખેલાડીઓ એક પછી એક ચૂકી ગયા. મોરક્કો માટે નીલ અલ એનોઈનો શોટથી ગોલ થયો જ્યારે સ્ટાર ખેલાડી અશરફ હકીમીનો શોટ પોસ્ટ પર અથડાયો. બીજી બાજુ, નેધરલેન્ડ્સનું પણ ખરાબ નસીબ હતું, જસ્ટિન ક્લુઇવર્ટ અને ક્વિન્ટન ટિમ્બર સીધા જ તેમના શોટ ચૂકી ગયા. ડચ ટીમ માટે ફક્ત ટ્યુન કુપમીનર્સ અને વાઉટ વેઘોર્સ્ટ જ બોલને નેટમાં પહોંચાડવામાં સફળ રહ્યા, જ્યારે મોરક્કો માટે સોફિયન રહીમી અને ચેમ્સેડિન તાલ્બીએ ગોલ કરી શક્યા હતા.

2-2 ના નિર્ણાયક તબક્કે શૂટઆઉટ સાથે મોરક્કોના અનુભવી ગોલકીપર યાસીન બોનોએ પોતાનો સાચો જાદુ બતાવ્યો. જેમ જેમ નેધરલેન્ડ્સનો ક્રેસેન્સિયો સોમરવિલે અંતિમ પેનલ્ટી લેવા આવ્યો બોનોએ શાનદાર ડાઇવ લગાવી બોલ રોક્યો પછી તરત જ મોરક્કોના ઇસ્માઇલ સાઈબારીએ બોલને નેટમાં નાખ્યો અને  મોરક્કોએ શૂટઆઉટ 3-2 થી જીતીને ઇતિહાસ રચ્યો

Frequently Asked Questions

2026 ફિફા વર્લ્ડ કપમાં નેધરલેન્ડ્સ અને મોરક્કો વચ્ચેની મેચનું પરિણામ શું આવ્યું?

મોરક્કોએ પેનલ્ટી શૂટઆઉટમાં નેધરલેન્ડ્સને 3-2 થી હરાવીને રાઉન્ડ ઓફ 32ની મેચ જીતી લીધી. આ જીત સાથે તેઓ રાઉન્ડ ઓફ 16 માં પ્રવેશ્યા.

આ મેચ ફિફા વર્લ્ડ કપના કયા રાઉન્ડમાં રમાઈ હતી?

આ મેચ 2026ના ફિફા વર્લ્ડ કપના રાઉન્ડ ઓફ 32ની હતી. મોરક્કો આ મેચ જીતીને રાઉન્ડ ઓફ 16માં પહોંચ્યું જ્યારે નેધરલેન્ડ્સ ટુર્નામેન્ટમાંથી બહાર થયું.

નેધરલેન્ડ્સ અને મોરક્કો વચ્ચે પૂર્ણ સમય પછી સ્કોર શું હતો?

મેચ પૂર્ણ સમય પછી 1-1 થી બરાબરી પર રહી હતી. 30 મિનિટના વધારાના સમય પછી પણ સ્કોર 1-1 રહ્યો, જેથી પરિણામ પેનલ્ટી શૂટઆઉટમાં ગયું.

નેધરલેન્ડ્સ અને મોરક્કો માટે નિયમિત સમયમાં ગોલ કોણે કર્યા?

નેધરલેન્ડ્સ માટે 71મી મિનિટે કોડી ગાકપોએ ગોલ કર્યો. મોરક્કો માટે ઇસા ડિઓપે 90+1 મિનિટે ગોલ કરીને સ્કોર બરાબર કર્યો.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

મેચ ફિક્સિંગમાં ફસાયો આ ક્રિકેટર, ICC એ લગાવ્યો 8 વર્ષનો કડક પ્રતિબંધ
મેચ ફિક્સિંગમાં ફસાયો આ ક્રિકેટર, ICC એ લગાવ્યો 8 વર્ષનો કડક પ્રતિબંધ
IND vs SL: ઈજાગ્રસ્ત બુમરાહ શ્રીલંકા સામેની ટેસ્ટ સીરિઝમાંથી બહાર, આકિબ નબીને મળ્યું સ્થાન
IND vs SL: ઈજાગ્રસ્ત બુમરાહ શ્રીલંકા સામેની ટેસ્ટ સીરિઝમાંથી બહાર, આકિબ નબીને મળ્યું સ્થાન
Commonwealth Games 2026: ગ્લાસગોમાં કોમનવેલ્થ ગેમ્સનું શાનદાર સમાપન, ભારતને મળી 2030ની યજમાની
Commonwealth Games 2026: ગ્લાસગોમાં કોમનવેલ્થ ગેમ્સનું શાનદાર સમાપન, ભારતને મળી 2030ની યજમાની
Commonwealth Games 2026: ભારતે કોમનવેલ્થ ગેમ્સમાં જીત્યા કુલ 39 મેડલ, બોક્સરોનું ઐતિહાસિક પ્રદર્શન
Commonwealth Games 2026: ભારતે કોમનવેલ્થ ગેમ્સમાં જીત્યા કુલ 39 મેડલ, બોક્સરોનું ઐતિહાસિક પ્રદર્શન
Advertisement

વિડિઓઝ

Manjalpur Assembly Bypoll Result 2026: માંજલપુરમાં ભાજપનો દબદબો, તમામ રાઉન્ડમાં સતીષ પટેલ આગળ
Mansukh Vasava : ભાજપ સાંસદને કેમ થઈ પોલીસ સાથે તુ-તુ મે-મે?
Ambaji Accident: અંબાજીમાં CNG પમ્પ પર અકસ્માત, ઇકોએ ટક્કર મારતા એકનું મોત
Kheda Home Collapse : ઠાસરામા મકાનની દીવાલ ધરાશાયી, 2ના મોત
Chandipura Virus : રાજ્યમાં ચાંદીપુરા વાયરસથી વધુ એક બાળકનું મોત
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બાંકીપુર પેટા ચૂંટણીમાં પ્રશાંત કિશોરની પ્રચંડ જીત, BJP ઉમેદવારને 18953 મતોથી હરાવ્યા 
બાંકીપુર પેટા ચૂંટણીમાં પ્રશાંત કિશોરની પ્રચંડ જીત, BJP ઉમેદવારને 18953 મતોથી હરાવ્યા 
વડોદરામાં 2 દિવસના વિરામ બાદ મેઘમહેર: જાણો ગુજરાતમાં આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન
વડોદરામાં 2 દિવસના વિરામ બાદ મેઘમહેર: જાણો ગુજરાતમાં આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન
અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી:  5 દિવસ બાદ ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદની આગાહી
અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી:  5 દિવસ બાદ ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદની આગાહી
આવતીકાલનું હવામાનઃ 17 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની નવી આગાહી
આવતીકાલનું હવામાનઃ 17 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની નવી આગાહી
ગુજરાત સરકારનો મોટો નિર્ણય: ગ્રાન્ટેડ પ્રાથમિક શિક્ષકોને મળશે આ મોટો લાભ
ગુજરાત સરકારનો મોટો નિર્ણય: ગ્રાન્ટેડ પ્રાથમિક શિક્ષકોને મળશે આ મોટો લાભ
Gujarat Rain: આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, જાણો હવામાન લેટેસ્ટ અપડેટ
Gujarat Rain: આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, જાણો હવામાન લેટેસ્ટ અપડેટ
Manjalpur Bypoll Result 2026: માંજલપુર વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપની જીત, કોંગ્રેસના ઉમેદવારે સ્વીકારી હાર
Manjalpur Bypoll Result 2026: માંજલપુર વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપની જીત, કોંગ્રેસના ઉમેદવારે સ્વીકારી હાર
Weather update: દેશના 15 રાજ્યોમાં આજે ભારે વરસાદની ચેતવણી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ 
Weather update: દેશના 15 રાજ્યોમાં આજે ભારે વરસાદની ચેતવણી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ 
Embed widget