શોધખોળ કરો
Advertisement
વર્લ્ડકપમાં જે કામ આ નાની ટીમે કર્યું હતું, તે ટીમ ઇન્ડિયા પણ નથી કરી શકી
ઇંગ્લેન્ડ ભારત વચ્ચે રમાયેલી મેચમાં ઇંગ્લેન્ડને પ્રથમ બેટિંગ કરતાં કરતા 337 રનનો વિશાળ સ્કોર ઊભો કર્યો હતો. જવાબમાં ભારતીય ટીમ નિર્ધારિત 50 ઓવરોમાં 5 વિકેટના નુકસાન પર 306 રન બનાવી શકી હતી.
નવી દિલ્હીઃ આઈસીસી વર્લ્ડકપ 2019ના 38માં મેચમાં ઇંગ્લેન્ડને ભારતને હરાવ્યા બાદ ટીમ ઇન્ડિયાના પ્રદર્શન પર સવાલ ઉઠી રહ્યા છે. આ મેચમાં ભારત જે ટાર્ગેટનો પીછો કરી રહ્યું હતું તે અત્યાર સુધી વર્લ્ડકપ ઈતિહાસમાં કોઈ નથી ચેઝ કરી શક્યું. જ્યારે ભારત વર્લ્ડકપમાં ક્યારેય 300થી ઉપરનો ટાર્ગેટ ક્યારેય અચીવ નથી કરી શક્યું.
ઇંગ્લેન્ડ ભારત વચ્ચે રમાયેલી મેચમાં ઇંગ્લેન્ડને પ્રથમ બેટિંગ કરતાં કરતા 337 રનનો વિશાળ સ્કોર ઊભો કર્યો હતો. જવાબમાં ભારતીય ટીમ નિર્ધારિત 50 ઓવરોમાં 5 વિકેટના નુકસાન પર 306 રન બનાવી શકી હતી. ઈંગ્લેન્ડે ભારતને એવો ટાર્ગેટ આપ્યો હતો જે અત્યાર સુધી અચીવ થયો નથી.
અત્યાર સુધી વર્લ્ડકપમાં સૌથી મોટો લક્ષ્ય આયર્લેન્ડે મેળવ્યો છે. 2011ના વર્લ્ડકપમાં આયર્લેન્ડે ઈંગ્લેન્ડ વિરુદ્ધ 328 રનનો સફળતાપૂર્વક પીછો કરતા જીત મેળવી હતી. બાંગ્લાદેશે 2019મા વેસ્ટ ઈન્ડિઝ અને 2015મા સ્કોટલેન્ડ વિરુદ્ધ ક્રમશઃ 322 અને 319 રનના ટાર્ગેટનો પીછો કરતા જીત મેળવી હતી. શ્રીલંકાએ 1992 વર્લ્ડકપમાં શ્રીલંકા વિરુદ્ધ 313 રનનો જ્યારે 2015મા ઈંગ્લેન્ડના 310 રનના મોટા ટાર્ગેટ મેળવવામાં શ્રીલંકાની ટીમ સફળ રહી હતી.
ભારત વર્લ્ડકપમાં 300થી ઉપરના ટાર્ગેટને હજુ સુધી અચીવ કરી શક્યું નથી. 2015 વર્લ્ડકપમાં ટીમ ઈન્ડિયાએ ઝિમ્બાબ્વે વિરુદ્ધ 288 રનના લક્ષ્યનો સફળતાપૂર્વક પીછો કર્યો હતો, જે સર્વશ્રેષ્ઠ છે. 2011મા બીજીવખત વિશ્વ ચેમ્પિયન બનેલી ટીમ ઈન્ડિયાએ શ્રીલંકા વિરુદ્ધ સર્વાધિક 275 રનનો ટાર્ગેટ મેળવ્યો હતો. 2003મા ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાન વિરુદ્ધ 274 રનનો ટાર્ગેટ અચીવ કર્યો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
દુનિયા
સમાચાર
Advertisement