શોધખોળ કરો

MS Dhoni Retirement: સચિન તેંડુલકર-વિરાટ કોહલીએ ધોનીના સંન્યાસ પર શું કહ્યું ? જાણો વિગત

ધોનીએ ઈન્સ્ટાગ્રામ પર ક્રિકેટથી સંન્યાસની જાહેરાત કરી હતી. તેણે ઈન્સ્ટાગ્રામ પર ચાર મિનિટનો એક વીડિયો પોસ્ટ કર્યો હતો.

નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયાને 2007નો ટી-20 વર્લ્ડકપ અને 2011નો આઈસીસી વન ડે વર્લ્ડકપ જીતાડનારા 39 વર્ષીય પૂર્વ કેપ્ટન અને વિકેટકિપર બેટ્સમેન મહેન્દ્ર સિંહ ધોનીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત કરી છે. ધોનીએ ઈન્સ્ટાગ્રામ પર ક્રિકેટથી સંન્યાસની જાહેરાત કરી છે. તેણે ઈન્સ્ટાગ્રામ પર ચાર મિનિટનો એક વીડિયો પોસ્ટ કર્યો છે. જેમાં તેના ક્રિકેટ જીવનકાળની ઝલક નજરે પડે છે અને બેક ગ્રાઉન્ડમાં એક ગીત વાગી રહ્યું છે. ઈન્સ્ટા પોસ્ટમાં તેણે કહ્યું, હવે મને રિટાયર માની લો. સપોર્ટ કરવા માટે ફેંસનો આભાર. ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ કહ્યું, દરેક ક્રિકેટરે એક દિવસ સફરનો અંત કરવાનો હોય છે. પરંતુ જ્યારે તમારા ખૂબ નજીકના વ્યક્તિ આ ફેંસલો લે ત્યારે ખૂબ ઈમોશનલ થઈ જાવ છે. તમે દેશ માટે જે કર્યું છે તે હંમેશા અમારા દિલમાં રહેશે.
સેહવાગે ટ્વિટ કરીને લખ્યું, એમએસ જેવું કોઈ છે નહીં, હતું નહીં અને થશે પણ નહીં.
ધોનીની નિવૃત્તિ પર આકાશ ચોપડાએ કહ્યું, એક યુગનો અંત આવ્યો છે. ધોનીની નિવૃત્તિ બાદ સચિને ટ્વિટ કરીને કહ્યું, ક્રિકેટમાં તમારું યોગદાન અપાર છે. 2011 વર્લ્ડકપને એક સાથે જીતવો મારા જીવનની શ્રેષ્ઠ શ્રણ રહી છે. તમને અને તમારા પરિવારને આગળની ઈનિંગ માટે શુભેચ્છા.
ગૃહ મંત્રી અમિત શાહે ટ્વિટ કરીને લખ્યું, મહેન્દ્ર સિંહ ધોનીએ ક્રિકેટની તેની અનોખી શૈલીથી લાખો લોકોને મંત્રમુગ્ધ કરી દીધા છે. મને આશા છે કે આગામી સયમાં ભારતીય ક્રિકેટને મજબૂત કરવાની દિશામાં પોતાનું યોગદાન આપતાં રહેશે. તેના ભવિષ્યના પ્રયાસો માટે શુભકામના. વર્લ્ડ ક્રિકેટ હેલીકોપ્ટર શોટને મિસ કરશે.
પંડ્યાએ ટ્વિટ કરીને લખ્યું, અહીંયા માત્ર એક જ એમએસ ધોની છે. મારા કરિયરની સૌથી મોટી પ્રેરણા બનવા માટે મારા દોસ્ત અને મોટા ભાઈનો આભાર. બ્લૂ જર્સીમાં તમારી સાથે રમવું યાદ રહેશે, પરંતુ મને વિશ્વાસ છે કે તમે હંમેશા મને ગાઈડ કરતાં રહેશે.
કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ કરેલું ટ્વિટ
ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિને ટ્વિટ કરીને લખ્યું, હંમેશાની જેમ લેજેન્ડ સ્ટાઇલમાં નિવૃત્ત થાય છે. ધોની ભાઈએ પોતાના દેશ માટે બધુ જ આપી દીધું, ચેમ્પિન્સ ટ્રોફી, 2011 વર્લ્ડકપ અને ચેન્નઈ સુપર કિંગ્સની આઈપીએલ જીત હંમેશા મારી યાદમાં રહેશે, ભવિષ્ય માટે શુભકામના.
ધોનીએ 90 ટેસ્ટની 144 ઈનિંગમાં 16 વખત નોટ આઉટ રહીને 4876 રન બનાવ્યા છે. ટેસ્ટ ક્રિકેટમાં 6 સદી અને 33 અડધી સદી ફટકારી છે. ટેસ્ટમાં તેનો સર્વોચ્ચ સ્કોર 224 રન છે.  તેણે 350 વન ડેમાં 84 વખત અણનમ રહીને 10,773 રન બનાવ્યા છે. વન ડેમાં તેણે 10 સદી અને 73 અડધી સદી ફટકારી છે અને સર્વોચ્ચ સ્કોર 183 રન નોટઆઉટ છે.ભારતને 2007નો ટી-20 વર્લ્ડકર જીતાડનારા કેપ્ટન ધોનીએ 98 ટી-20 મેચમાં 42 વખત નોટ આઉટ રહીને 1617 રન બનાવ્યા છે. ટી-20માં તેનો સર્વોચ્ચ સ્કોર 56 રન છે.

ટોપ સ્ટોરી

Vaibhav Sooryavanshi: કાલે એક્શનમાં જોવા મળશે વૈભવ સૂર્યવંશી, ચોગ્ગા-છગ્ગાનો કરશે વરસાદ?
Vaibhav Sooryavanshi: કાલે એક્શનમાં જોવા મળશે વૈભવ સૂર્યવંશી, ચોગ્ગા-છગ્ગાનો કરશે વરસાદ?
India vs Sri Lanka: કાલે કોલંબોમાં રમાશે ભારત અને શ્રીલંકા વચ્ચે બીજી ટેસ્ટ, જાણો પિચ અને હવામાન રિપોર્ટ
India vs Sri Lanka: કાલે કોલંબોમાં રમાશે ભારત અને શ્રીલંકા વચ્ચે બીજી ટેસ્ટ, જાણો પિચ અને હવામાન રિપોર્ટ
T20I માં રોહિત શર્મા-અભિષેક આ ખાસ ક્લબમાં, તમને ચોંકાવી દેશે આ રેકોર્ડ 
T20I માં રોહિત શર્મા-અભિષેક આ ખાસ ક્લબમાં, તમને ચોંકાવી દેશે આ રેકોર્ડ 
કોણ છે આ સુંદર મહિલા ક્રિકેટર? જેનું અનોખું સેલિબ્રેશન સોશિયલ મીડિયા પર વાયરલ, જુઓ VIDEO
કોણ છે આ સુંદર મહિલા ક્રિકેટર? જેનું અનોખું સેલિબ્રેશન સોશિયલ મીડિયા પર વાયરલ, જુઓ VIDEO

વિડિઓઝ

Kutch Scrap Godown Blast: નખત્રાણાના ભંગાર ગોડાઉનમાં ભયાનક બ્લાસ્ટ! એક જ પરિવારના 4 લોકોના મોત
Gujarat Rain Forecast : ગુજરાતમાં હજુ 7 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ?
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડ પર અત્યારના મોટા સમાચાર, મૃત્યુઆંક 11 પર પહોંચ્યો
Hun To Bolish : હું તો બોલીશ : 'હું તો બોલીશ'ની અસર, દોડતું થયું પ્રશાસન
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડની મીઠાશ કેમ થઈ મોંઘી ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IMD Alert: આવતીકાલે 25 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 80kmph ઝડપે પવન ફૂંકાશે
IMD Alert: આવતીકાલે 25 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 80kmph ઝડપે પવન ફૂંકાશે
ભાવનગર લઠ્ઠાકાંડ: આજે વધુ 3 દર્દીના મોતથી મૃત્યુઆંક 11 પર પહોંચ્યો; મુખ્ય આરોપીની કુંડળી ખુલી
ભાવનગર લઠ્ઠાકાંડ: આજે વધુ 3 દર્દીના મોતથી મૃત્યુઆંક 11 પર પહોંચ્યો; મુખ્ય આરોપીની કુંડળી ખુલી
ગુજરાત પોલીસમાં ઐતિહાસિક નિર્ણય: પતિ-પત્નીના કિસ્સામાં 415 પોલીસકર્મીઓની એકસાથે બદલી
ગુજરાત પોલીસમાં ઐતિહાસિક નિર્ણય: પતિ-પત્નીના કિસ્સામાં 415 પોલીસકર્મીઓની એકસાથે બદલી
અમદાવાદ સહિત રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી: પવન સાથે વરસશે ઝાપટાં, જુઓ વેધર રિપોર્ટ
અમદાવાદ સહિત રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી: પવન સાથે વરસશે ઝાપટાં, જુઓ વેધર રિપોર્ટ
મોંઘવારીનો માર: અઠવાડિયામાં ડુંગળી 40% મોંઘી થઈ, જાણો તમારા શહેરમાં શું છે ભાવ
મોંઘવારીનો માર: અઠવાડિયામાં ડુંગળી 40% મોંઘી થઈ, જાણો તમારા શહેરમાં શું છે ભાવ
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને મોટી જવાબદારી, Gen Z સાથે સંવાદ સેતુ માટેની કમિટીમાં મળ્યું સ્થાન
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને મોટી જવાબદારી, Gen Z સાથે સંવાદ સેતુ માટેની કમિટીમાં મળ્યું સ્થાન
Umreth News: ઉમરેઠ સંતરામ મંદિરના મહંતનું નિધન,ભક્તોમાં ઘેરા શોકની લાગણી
Umreth News: ઉમરેઠ સંતરામ મંદિરના મહંતનું નિધન,ભક્તોમાં ઘેરા શોકની લાગણી
FD કરાવનારાઓ માટે મોટા સમાચાર! RBIએ બદલ્યા બેંક ડિપોઝિટના નિયમો, 1 ઓક્ટોબર 2026થી થશે લાગુ
FD કરાવનારાઓ માટે મોટા સમાચાર! RBIએ બદલ્યા બેંક ડિપોઝિટના નિયમો, 1 ઓક્ટોબર 2026થી થશે લાગુ
Embed widget