શોધખોળ કરો
Advertisement
નો બોલ વિવિદમાં અમ્પાયર્સ પર કેમ ભડક્યો’તો ધોની? કોચ ફ્લેમિંગે કર્યો ખુલાસો
રાજસ્થાન રોયલ્સ અને ચેન્નઈ સુપરકિંગ્સની વચ્ચે ગુરુવારે રમાયેલ આઈપીએલના મેચમાં એક એવી ઘટના જોવા મળી જે 15 વર્ષમાં ક્યારેય જોવા નથી મળી.
જયપુરઃ રાજસ્થાન રોયલ્સ અને ચેન્નઈ સુપરકિંગ્સની વચ્ચે ગુરુવારે રમાયેલ આઈપીએલના મેચમાં એક એવી ઘટના જોવા મળી જે 15 વર્ષમાં ક્યારેય જોવા નથી મળી. વિશ્વભરમાં કેપ્ટન કૂલના નામથી જાણીતા સીએસકેના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની ગુસ્સામાં લાલધૂમ થયા હતા. મેચમાં બેન સ્ટોક્સનો કમર ઉપરનો ફૂલ ટોસ હતો, જેને અમ્પાયર ઉલ્હાસ ગાંધેએ નો-બોલ આપ્યો હતો. પરંતુ લેગ-અમ્પાયર બ્રુસ ઓક્સનફર્ડે કોઈ સિગ્નલ ન આપતા તેણે ઉલ્હાસના નિર્ણયને ચેન્જ કર્યો હતો.
આથી ગુસ્સે ભરાયેલ એમએસ ધોની મેદાને આવી ગયો હતો. હા કેપ્ટ્ન કુલ મેદાને આવીને આ અંગે દલીલ કરવા લાગ્યો હતો કે પહેલા અમ્પાયરે નો-બોલ આપ્યા પછી નિર્ણય કઈ રીતે ફેરવી શકે છે? ધોનીએ ગાંધેને સિગ્નલ આપતા જોયો હતો અને તેનો પક્ષ હતો કે અમ્પાયર આમ પોતાનો નિર્ણય ચેન્જ કરે તે ખોટું છે. ધોની સાથે રાજસ્થાન રોયલ્સના કેટલાક ખેલાડીઓ પણ અંગે ચર્ચા કરવા અમ્પાયર પાસે આવી ગયા હતા.
જોકે મેચ બાદ સીએકેના કોચ સ્ટીફન ફ્લેમિંગે ખુલાસો કર્યો કે, આખરે શા માટે ધોની અમ્પાયર્સ પાસે આવી ગયો હતો. તેણે કહ્યું કે, અમારી સમજ અનુસાર બોલર એન્ડ પર રહેલ અમ્પાયરે નો બોલનો ઈશારો કર્ય અને પછી મુંઝવણ થઈ કે આ નોબલ છે કે નહીં. ધોનીને પણ સ્પષ્ટતા જોઈતી હતી અને એવું લાગ્યું કે કોઈ રિસ્પોન્સ ન મળ્યો. આ જ કારણ છે કે ધોનીને મેદાનની અંદર જઈને અમ્પાયર્સ સાથે વિચાર વિમર્શ કરવાનું યોગ્ય લાગ્યું. આ જ મેં જોયું અને મેચ બાદ તેની સાથે વાત કરી.
ફ્લેમિગે સ્વીકાર્યું કે ધોનીને પોતાની આ હરકતને કારણે ટીકાઓનો સામનો કરવો પડ્યો, પરંતુ સાથે જ તેણે પોતાના કેપ્ટનનો બચાવ પણ કર્યો. ફ્લિંગે કહ્યું કે, ધોનીને માત્ર સ્પષ્ટતા જોઈતી હતી. મને વિશ્વાસ છે કે માહી સહિત તમામ લોકોએ સાચા અને ખોટા નિર્ણય વિશે વિચાર વિમર્શ કર્યો હશે. પરંતુ મને લાગે છે કે અમ્પાયરેસે ઘટના બાદ આ મામલે વાત કરી હશે અને હું તમારી જેમ જ દર્શક બનીને બેઠો હતો. જે રીતે આ નિર્ણય લેવામાં આવ્યો તેનાથી ધોનીને ગુસ્સો જરૂર આવ્યો હતો. તે સમજી ન શક્યા કે નો બોલનો નિર્ણય લેવામાં આવ્યો છે કે પછી તેને બદલવામાં આવ્યો છે. માટે સ્પષ્ટતા માટે તે મેદાન પર ગયા. ધોનીએ જે કર્યું કે સામાન્ય ન હતું પરંતુ તે ખૂબ જ કેલક્યૂલેટિવ છે. આ એવી ઘટના છે જેના વિશે તેને લાંબા સમય સુધી સવાર કરવામાં આવશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
અમદાવાદ
દેશ
Advertisement