નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયા સામેની ત્રીજી અને નિર્ણાયક વન ડેમાં 87 રનની અણનમ ઈનિંગ રમીને ટીમ ઈન્ડિયાને 2-1થી શ્રેણી જીતાડ્યા બાદ મહેન્દ્ર સિંહ ધોનીની ચારેબાજુથી પ્રશંસા થઈ રહી છે. પરંતુ ઓસ્ટ્રેલિયાના પૂર્વ ક્રિકેટર માઇકલ ક્લાર્કે અલગ રીતે જ ધોનીની પ્રશંસા કરી હતી.
2/4
મેલબોર્ન વન ડે દરમિયાન કોમેન્ટ્રી કરી રહેલા કલાર્કે કહ્યું કે, ધોની લેમ્બોર્ગિનીથી એસ્ટન માર્ટિન બની ગયો છે. તે હજુ પણ અવિશ્વસનીય છે. તેણે કઈંક સમજૂતી કરી છે. તે ખૂબ વધારે અનુભવી છે અને તેની રમતને સારી રીતે સમજે છે. તે હજુ પણ નોન સ્ટ્રાઇક પર ઉભેલા સાથી ખેલાડીને વધારે મહત્વ આપે છે.
3/4
ઓસ્ટ્રેલિયા સામે બીજી વનડેમાં વિરાટ કોહલી અને દિનેશ કાર્તિક તથા મેલબોર્નમાં કેદાર જાધવના રૂપમાં ધોનીને સારા ભાગીદાર મળ્યા હતા. જેમણે સમયાંતરે બાઉન્ડ્રી ફટકારીને ધોની પર દબાણ આવવા દીધું નહોતું. ધોનીને મેન ઓફ ધ સીરિઝ જાહેર કરવામાં આવ્યો હતો.
4/4
પોતાના નિવેદનને વિસ્તારથી સમજાવતાં કલાર્કે કહ્યું કે, જ્યારે ધોનીએ શરૂઆત કરી હતી ત્યારે તેને સાથી બેટ્સમેનની જરૂર પડતી નહોતી. તેનો સાથી ખેલાડી શૂન્ય પર હોય, અડધી સદી ફટકારી ચુક્યો હોય કે સદી, જો ટીમને 20 બોલમાં 50 રનની જરૂર હોય તો તેના પાર્ટનરની જવાબદારી ધોનીને સ્ટ્રાઇક આપવાની હતી. પરંતુ હવે ધોનીને ખબર છે કે તેના પાર્ટનરને બાઉન્ડ્રી શોધવી કેટલી જરૂરી છે. છેલ્લી બે મેચમાં તેણે આ કામ કર્યું છે.