ઉલ્લેખનીય છે કે, ધોનીએ બુધવારે હેમિલ્ટનના શેડોન પાર્કમાં નેટ પ્રેક્ટિસ કરી હતી, છતાં રમવા ઉપર હજુ પણ સસ્પેન્સ જણાઇ રહ્યું છે. ટીમ ઇન્ડિયાએ 10 વર્ષ બાદ ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ તેમની ધરતી પર સીરીઝ જીતને ઇતિહાસ રચી દીધો છે.
2/5
3/5
ત્રીજી વનડેમાં ધોનીની જગ્યાએ દિનેશ કાર્તિકે વિકેટકીપિંગ કરી હતી. ચોથી વનડે ટીમ ઇન્ડિયાની કમાન રોહિત શર્માના હાથમાં છે, જો ધોની નહીં રમી શકે તો તેના સ્થાને યુવા બેટ્સમેન શુભમન ગિલને મોકો મળી શકે છે.
4/5
ભારતીયી ટીમના પૂર્વ કેપ્ટન અને વિકેટકીપર બેટ્સમેન મહેન્દ્ર સિંહ ધોની નસ ખેંચાવવાને લઇને પરેશાન છે. ત્રીજી વનડેમાં નસ ખેંચતા દુઃખાવાના કારણે ન હતો રમી શક્યો, હવે ચોથી હેમિલ્ટન અને પાંચમી વનડે માટે પણ શંકાસ્પદ લાગી રહ્યાં છે.
5/5
નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયાએ ન્યૂઝીલેન્ડ સામે પાંચ મેચોની વનડે સીરીઝને 3-0થી જીતી લીધી છે, હવે બાકીની બે મેચો માત્ર ઔપચારિકતા પૂર્ણ કરવા માટેની રહી છે. ભારતીય ટીમના નિયમિત કેપ્ટન વિરાટ કોહલી બાકીની બે વનડે નથી રમવાના, જોકે હવે બીજા રિપોર્ટ એવા પણ છે કે ધોની પણ ચોથી અને પાંચમી વનડે રમવા માટે શંકાસ્પદ છે.