શ્રીનગરઃ ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ સુકાની મહેન્દ્રસિંહ ધોનીએ કહ્યું કે કાશ્મીરમાં શાંતિ બનાવી રાખવા માટે ક્રિકેટ મહત્વની ભૂમિકા ભજવી શકે છે. રમત અને ક્રિકેટ મારફતે કાશ્મીરમાં શાંતિ લાવી શકાય છે. પરંતુ તેની સાથે યુવાનોને મુખ્યધારામાં સામેલ કરવાની સાથે ઉચ્ચ શિક્ષણ અને રોજગારીની પુરતી તક હોવી પણ જરૂરી છે.
2/3
સેનામાં લેફ્ટિનેન્ટ કર્નલના માનદ રેંકથી સન્માનિત ધોનીએ કહ્યું કે, અહીંયા આવીને સારું લાગ્યું અને ભવિષ્યમાં પણ પરિવાર સાથે અહીંયા આવવાનો પ્રયાસ કરીશ.
3/3
મહેન્દ્રસિંહ ધોનીએ ભારત-પાકિસ્તાન ક્રિકેટ પર કહ્યું કે, ક્રિકેટ માત્ર રમતજ નથી, તે એનાથી પણ આગળ વધી જાય છે. અમારે દ્વિપક્ષીય ક્રિકેટ રમવું કે નહીં તે સરકારે નક્કી કરવાનું હોય છે. રમતને સરકારની નીતિઓથી અલગ રાખી શકાય નહીં.