શોધખોળ કરો
Advertisement
ધોનીએ શેર કર્યો પત્નિ સાક્ષીનો જૂનો વીડિયો, કલાકોમાં મળ્યા લાખો લાઈક્સ
ધોનીએ શેર કરેલો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયો છે. અત્યાર સુધીમાં આ વીડિયોને 39 લાખ લાઈક્સ મળી ચૂક્યા છે.
નવીદિલ્હી: વર્લ્ડ કપ 2019 બાદથી ક્રિકેટથી બ્રેક લઈ ટીમ ઇન્ડિયાનો ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની હાલ તેના પરિવાર સાથે સમય પસાર કરી રહ્યો છે. જોકે ધોની સોશિયલ મીડિયા પર ઘણો એક્ટિવ રહેતો નથી. પરંતુ ક્યારેક તે તસવીર અને વીડિયો ફેન્સ સાથે શેર કરતો હોય છે.
મહેન્દ્ર સિંહ ધોનીએ એક વીડિયો તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે. જેમાં પત્ની સાક્ષી સાથે નજરે આવી રહ્યો છે. આ વીડિયો લગભગ એક વર્ષ જૂનો છે. આ વીડિયો શેર કરી કેપ્શનમાં ધોનીએ તેની પત્ની સાક્ષીની ચુટકી લઈ બતાવવાની કોશિશ કરી કે એક્ટિંગ કરવી કેટલી મુશ્કેલ હોય છે. સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલો આ વીડિયો કોઈ એડ સૂટનો છે.
ધોનીએ શેર કરેલા વીડિયોમાં સાક્ષી ડાયલોગ ડિલિવરી કરવાની કોશિશ કરી રહી છે. કાગળ પર લખેલ ડાયલોગને સાક્ષી બેથી ત્રણ વખત બોલવાની કોશિશ કરે છે પરંતુ કેમેરો ઓન રહેતા તે નર્વસ થઈ જાય છે અને ડાયલોગ ભૂલી જાય છે. સાક્ષી ફરી કોશિશ કરે છે પરંતુ નાકામ રહે છે ત્યારે ધોની હસીને તેને કહે છે કે જોઈને પણ ડાયલોગ નથી બોલી શકતા તો પછી ડાયલોગની ડિલિવરી કેવી રીતે આપશો ? આ સાથે જ બંને હસવા લાગે છે. ધોનીએ શેર કરેલો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયો છે. અત્યાર સુધીમાં આ વીડિયોને 39 લાખ લાઈક્સ મળી ચૂક્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
શિક્ષણ
દેશ
Advertisement