શોધખોળ કરો
હાર બાદ ધોનીએ કાઢ્યો ગુસ્સો, આ લોકોને ગણાવ્યા હાર માટે જવાબદાર, જાણો વિગતે
મેચ બાદ ધોનીએ ગુસ્સો ઠાલવતા કહ્યું કે, મને લાગે છે કે આ એક સારી મેચ હતી. અમે સાચે જ સારી બૉલિંગ કરી અને આરસીબીને એવરેજ સ્કૉર સુધી સિમિત રાખ્યુ. પણ અમને અમારા ટૉપ ઓર્ડરે હરાવ્યા, તેમને જવાબદારીભરી બેટિંગ કરી નહીં

નવી દિલ્હીઃ ચેન્નાઇ સુપર કિંગ્સને રવિવારે રૉયલ ચેલેન્જર્સ બેંગ્લૉર વિરુદ્ધ એક રનથી હારનો સામનો કરવો પડ્યો. મેચ બાદ કેપ્ટન ધોનીએ હાર માટે ટૉપ ઓર્ડરને જવાબદાર ઠેરવ્યા હતા. ધોનીએ ટૉપના બેટ્સમેનોના કંગાળ પ્રદર્શનથી હાર મળી હોવાનુ જણાવ્યુ અને ગુસ્સો ઠાલવ્યો હતો. ધોનીએ મેચમાં 48 બૉલમાં 84 રનની લડાયક ઇનિંગ રમી પણ ટીમને જીત ના અપાવી શક્યો. મેચ બાદ ધોનીએ ગુસ્સો ઠાલવતા કહ્યું કે, મને લાગે છે કે આ એક સારી મેચ હતી. અમે સાચે જ સારી બૉલિંગ કરી અને આરસીબીને એવરેજ સ્કૉર સુધી સિમિત રાખ્યુ. પણ અમને અમારા ટૉપ ઓર્ડરે હરાવ્યા, તેમને જવાબદારીભરી બેટિંગ કરી નહીં.
ધોનીએ કહ્યું કે, જ્યારે ટૉપ ઓર્ડર સસ્તાંમાં આઉટ થઇ જાય ત્યારે મીડિલ ઓર્ડર પર વધારે દબાણ આવી જાય છે. તે આવતા જ એટેકિંગ શોટ નથી રમી શકતાં. એટલે ટૉપ ઓર્ડરે હંમેશા સાવધાનીથી રમવું જોઇએ. છેલ્લે મેચ ખુબ મુશ્કેલ બની ગઇ હતી. પીચ થોડી સ્પંજી હતી અને નવા બેટ્સમેનને આવીને સેટ થવા આસાન ન હતું. બાઉન્ડ્રીની જરૂર હતી અને અમે એક રનથી હાર્યા.
ધોનીએ કહ્યું કે, જ્યારે ટૉપ ઓર્ડર સસ્તાંમાં આઉટ થઇ જાય ત્યારે મીડિલ ઓર્ડર પર વધારે દબાણ આવી જાય છે. તે આવતા જ એટેકિંગ શોટ નથી રમી શકતાં. એટલે ટૉપ ઓર્ડરે હંમેશા સાવધાનીથી રમવું જોઇએ. છેલ્લે મેચ ખુબ મુશ્કેલ બની ગઇ હતી. પીચ થોડી સ્પંજી હતી અને નવા બેટ્સમેનને આવીને સેટ થવા આસાન ન હતું. બાઉન્ડ્રીની જરૂર હતી અને અમે એક રનથી હાર્યા. વધુ વાંચો





















