એમએસ ધોની કારકિર્દીની શરૂઆતના દિવસોમાં લાંબા વાળ રાખતો હતો. આ પછી જેમ-જેમ ઉંમર વધતી ગઈ તેમ-તેમ વાળ નાના થતા ગયા હતા. 2011માં વર્લ્ડ ચેમ્પિયન બન્યા પછી ધોનીએ મુંડન કરાવી દીધું હતું. ધોની આઈપીએલ દરમિયાન પણ ઘણી અલગ-અલગ હેર સ્ટાઇલમાં જોવા મળે છે. જેમાં હોક, સ્પાઇક્સ જેવી સ્ટાઇલ ચર્ચામાં રહી છે.
2/3
ધોનીએ ઇંગ્લેન્ડમાંથી પરત ફરીને પોતાનો લુક બદલાવ્યો છે. તેણે મુંબઈના એક સલૂનમાં નવી હેરકટ કરાવી હતી. ધોનીએ આ વખતે વી હોક હેરકટ કરાવી છે. 37 વર્ષના આ ખેલાડીની ફોટો મુંબઈના સલૂને ઇન્સ્ટાગ્રામ ઉપર પોસ્ટ કર્યો છે. ધોની પહેલા પણ આ રીતે હેરકટ કરાવી ચૂક્યો છે. પ્રશંસકો ધોનીના આ લૂકને ઘણો પસંદ કરી રહ્યા છે.
3/3
નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની પોતાની હેર સ્ટાઈલને લઈને હંમેશા ચર્ચામાં રહે છે. તે પોતાની હેર સ્ટાઈલમાં અનેક પ્રયોગ કરતા રહે છે. ધોનીના મેદાન પર પ્રદર્શનની સાથે સાથે તેની હેર સ્ટાઈલને લઈને પણ ચર્ચા થતી રહે છે. ધોની આ વખતે કંઈક અલગ અંદાજમાં જોવા મળી રહ્યો છે. તેણે વી-હોક સ્ટાઈલમાં પોતાના વાળને નવો લુક આપ્યો છે.