શોધખોળ કરો
Advertisement
IPL 2019: યુવરાજ સિંહને લઈને રોહિતે શર્માએ કર્યો મોટો નિર્ણય, આપી આ 'કુર્બાની'!
મુંબઈઃ આઈપીએલની 12 સીઝનના શરૂ થવાને હવે બે દિવસ બાકી છે ત્યારે તમામ ટીમ તૈયારીમાં લાગી ગઈ છે. ત્યારે ત્રણ વખત વિજેતા રહેલ મુંબઈ ઇન્ડિયન્સ પણ ખૂબ પ્રેક્ટિસ કરકી રહી છે અને ટીમના કેપ્ટન રોહિત શર્માએ યુવરાજ સિંહને મેચ વિનર ગણાવ્યો છે અને સ્પષ્ટ કહ્યું છે કે, આ વર્ષે તે ખુદ ઓપનિંગ કરતાં જોવા મળશે. રોહિતે ગઈ સીઝનમાં મુંબઈ ઈન્ડિયન્સ માટે મિડલ ઓર્ડરમાં પણ બેટિંગ કરી છે.
રોહિતે મંગળવારે મુંબઈ ઈન્ડિયન્સના પ્રેક્ટિસ સેશન દરમિયાન પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, બેટિંગને લઈને મારી સમજ બિલકુલ સ્પષ્ટ છે. હું પહેલા પણ મિડલ ઓર્ડરમાં પણ બેટિંગ કરી ચૂક્યો છું અને ઇનિંગની શરૂઆત પણ કરી ચૂક્યો છું. ટીમને જ્યાં જરૂર હશે હું ત્યાં રમવા માટે તૈયાર છું.
હવે જો રોહિત શર્મા ઓપનિંગ કરે તો સવાલ એ છે કે નંબર 4 પર કોણ બેટિંગ કરશે. આ સવાલનો જવાબ યુવરાજ સિંહ તરીકે નજરે આવે છે. જે આ વખતે મુંબઈ ઈન્ડિયન્સ માટે રમતો જોવા મળશે. ટીમના ડાયરેક્ટર (ક્રિકેટ સંચાલન) ઝહીર ખાને કહ્યું કે, યુવી વર્ષોથી પોતાની ટીમને મેચ જીતાડતા આવ્યા છે. યુવીથી સારું આ કામ બીજું કોઈ ન કરી શકે. અમે તેને નેટ્સમાં જોયો છે, તેનું પ્રદર્શન સારું લાગી રહ્યું છે. આ સીઝનમાં તેની નજર સારા પ્રદર્શન કરવા પર રહેશે. યુવરાજના આવવાથી ટીમને મજબૂતી મળી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
એસ્ટ્રો
ગુજરાત
ક્રિકેટ
દેશ
Advertisement