શોધખોળ કરો
MI vs SRH : હૈદરાબાદને જીતવા માટે મુંબઇ ઇન્ડિયન્સે આપ્યો 163 રનનો પડકાર
આઈપીએલ 2019માં મુંબઇ ઈન્ડિયન્સે અત્યાર સુધી 12 મેચ રમી છે. જેમાં સાત મેચમાં જીત મેળવી પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાન પર છે. જ્યારે હૈદરાબાદે 12માંથી છ મેચમાં જીતી મેળવી છે અને છ મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે.

મુંબઇઃ ઇન્ડિયન પ્રિમિયર લીગની 12મી સીઝનમાં મુંબઇ ઇન્ડિયન્સે સનરાઇઝર્સ હૈદરાબાદને જીતવા માટે 163 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. મુંબઇએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. મુંબઇ તરફથી ડી કોકે અણનમ 69 રનની ઇનિંગ રમી હતી. મુંબઇની ટીમ 20 ઓવરમાં પાંચ વિકેટના નુકસાન પર 162 રન બનાવી શકી હતી. હૈદરાબાદ તરફથી ખલીલ અહેમદે ત્રણ અને ભુવનેશ્વર કુમાર અને મોહમ્મદ નબીએ એક-એક વિકેટ ઝડપી હતી. હૈદરાબાદ પોઇન્ટ ટેબલમાં 12 પોઇન્ટ સાથે ચોથા સ્થાન પર છે જ્યારે મુંબઇ ઇન્ડિયન્સ 12 મેચમાં 14 પોઇન્ટ્સ સાથે ત્રીજા સ્થાન પર છે.
આ સીઝનમાં મુંબઇ ઈન્ડિયન્સે અત્યાર સુધી 12 મેચ રમી છે. જેમાં સાત મેચમાં જીત મેળવી પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાન પર છે. જ્યારે હૈદરાબાદે 12માંથી છ મેચમાં જીતી મેળવી છે અને છ મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. મુંબઈ ઈન્ડિયન્સઃ રોહિત શર્મા(કેપ્ટન), ક્વિન્ટન ડીકૉક(વિકેટકિપર), ઇવીન લુઈસ, સૂર્યકુમાર યાદવ, કાયરન પોલાર્ડ, હાર્દિક પંડ્યા, કૃણાલ પંડ્યા, બરિન્દર સરન, રાહુલ ચહર, જસપ્રીત બુમરાહ અને લસિથ મલિંગા સનરાઇઝર્સ હૈદરાબાદ: માર્ટિન ગુપ્ટિલ, કેન વિલિયમ્સન (કેપ્ટન), મનીષ પાંડે, વિજય શંકર, મોહમ્મદ નાબી, અભિષેક શર્મા, રિધ્ધીમાન સહા(વિકેટકીપર), ભુવનેશ્વર કુમાર, રાશિદ ખાન, બેસિલ થમ્પી અને ખલીલ અહેમદMumbai Indians Skipper @ImRo45 wins the toss and elects to bat first against the @SunRisers.#MIvSRH pic.twitter.com/hShv3aXeYi
— IndianPremierLeague (@IPL) May 2, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
ગુજરાત
ગુજરાત
Advertisement
