શોધખોળ કરો

રાતે હતો 102 ડિગ્રી તાવ, બીજા દિવસે સવારે ફટકારી ટ્રિપલ સેન્ચુરી, 30 ચોગ્ગા અને 8 છગ્ગા ફટકાર્યા

રણજી ટ્રોફીમાં છઠ્ઠા નંબરે રમતા કોઈ ક્રિકેટરે અત્યાર સુધીમાં ફક્ત ત્રણવાર તેવડી સદી ફટકારી છે.

નવી દિલ્હીઃ રણજી ટ્રોફીમાં બુધવારે મુંબઈ અને ઉત્તર પ્રદેશની વચ્ચે રમાયેલ મેચ ડ્રો ગઈ હતી. મુંબઈમાં રમાયેલ હાઈ સ્કોરિંગ આ મેચમાં બન્ને ટીમે 600થી વધારે રન બનાવ્યા હતા. મુંબઈ તરફતી 22 વર્ષના સરફરાઝે શાનદાર અંદાજમાં અણનમ ત્રિપલ સેન્ચુરી ફટકારી હતી. મેચ દરમિયાન બન્ને તરફથી રનના ઢગલા થયા હતા. આ જ કારણ હતું કે ઉત્તર પ્રદેશ તરફથી એક ડબલ સેન્ચુરી, એક સેન્ચુરી અને એક હાફ સેન્ચુરી લગાવી જ્યારે મુંબઈ તરફથી એક ત્રિપલ સેન્ચુરી અને ચાર હાફ સેન્ચુરી લાગી હતી. રાતે હતો 102 ડિગ્રી તાવ, બીજા દિવસે સવારે ફટકારી ટ્રિપલ સેન્ચુરી, 30 ચોગ્ગા અને 8 છગ્ગા ફટકાર્યા મેચ પૂરો થયા બાદ મુંબઈના બેટ્સમેન સરફરાજે ખુલાસો કર્યો કે તેને આગલે દિવસે 102 ડિગ્રી તાવ હતો. તેમ છતા બીજા દિવસે તેણે સહેવાગની સ્ટાઇલમાં ધમાકેદાર બેટિંગ કરતા ટ્રિપલ સદી ફટકારી હતી. તેણે કહ્યું કે, ‘2-3 દિવસથી મારી તબીયત ખરાબ હતી. તેમ છતા મને લાગ્યું કે જો હું ક્રિઝની એકબાજુએ ટકી રહીશ તો મેચનું પલડુ અમારી તરફ નમી શકે છે. બીજા દિવસની તુલનામાં ત્રીજા દિવસે પહેલા તબીયત સારી હતી જોકે બપોર બાદ મને તાવની શરુઆત થઈ હતી. પરંતુ મે હાર ન માની અને ટીમ માટે મેદાન પર ટક્યો રહ્યો.’ રણજી ટ્રોફીમાં છઠ્ઠા નંબરે રમતા કોઈ ક્રિકેટરે અત્યાર સુધીમાં ફક્ત ત્રણવાર તેવડી સદી ફટકારી છે. રણજી ટ્રોફીના ઇતિહાસમાં કરુણ નાયર બાદ છઠ્ઠા નંબરે બેટિંગ કરતા ટ્રિપલ સેન્ચ્યુરી ફટકારનાર સરફરાઝ બીજા બેટ્સમેન છે. આ પહેલા મુંબઈ માટે ટ્રિપલ સેન્ચ્યુરી ફટકારનાર દિગ્ગજ બેટ્સમેન રોહિત શર્મા હતા.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

HMPV In India: કર્ણાટક – ગુજરાત બાદ હવે ચેન્નઇમાં પણ HMPV વાયરસની એન્ટ્રી, 2 કેસ નોંધાયા

આ કોઇ નવો વાયરસ નથી, અમે સ્થિતિ પર રાખી રહ્યા છીએ નજર, HMPV પર કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રીનું નિવેદન

જસ્ટિન ટ્રુડોએ કેનેડાના પીએમ પદેથી રાજીનામું આપ્યું

પાટીદારના ૧૪ દીકરાઓ શહીદ થયા ત્યારે કરસનભાઈ ક્યાં હતાઃ વરૂણ પટેલ
પાટીદારના ૧૪ દીકરાઓ શહીદ થયા ત્યારે કરસનભાઈ ક્યાં હતાઃ વરૂણ પટેલ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પટ્ટાવાળી?Hun To Bolish : હું તો બોલીશ : અનામત આંદોલન..કોનો નફો, કોને નુકસાન?Justin Trudeau: જસ્ટિન ટ્રુડોએ કેનેડાના પીએમ પદેથી આપ્યું રાજીનામુંBhavnagar news: ભાવનગર કલેક્ટર કચેરીએ સરતાનપર બંદરના માછીમારોએ કર્યો હલ્લાબોલ.

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
HMPV In India: કર્ણાટક – ગુજરાત બાદ હવે ચેન્નઇમાં પણ HMPV વાયરસની એન્ટ્રી, 2 કેસ નોંધાયા
HMPV In India: કર્ણાટક – ગુજરાત બાદ હવે ચેન્નઇમાં પણ HMPV વાયરસની એન્ટ્રી, 2 કેસ નોંધાયા
આ કોઇ નવો વાયરસ નથી, અમે સ્થિતિ પર રાખી રહ્યા છીએ નજર, HMPV પર કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રીનું નિવેદન
આ કોઇ નવો વાયરસ નથી, અમે સ્થિતિ પર રાખી રહ્યા છીએ નજર, HMPV પર કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રીનું નિવેદન
જસ્ટિન ટ્રુડોએ કેનેડાના પીએમ પદેથી રાજીનામું આપ્યું
જસ્ટિન ટ્રુડોએ કેનેડાના પીએમ પદેથી રાજીનામું આપ્યું
પાટીદારના ૧૪ દીકરાઓ શહીદ થયા ત્યારે કરસનભાઈ ક્યાં હતાઃ વરૂણ પટેલ
પાટીદારના ૧૪ દીકરાઓ શહીદ થયા ત્યારે કરસનભાઈ ક્યાં હતાઃ વરૂણ પટેલ
હાર્દિક પટેલ મંત્રી બને તેવી આપણે બધા મા ઉમિયા માતાને પ્રાર્થના કરીએ: નીતિનભાઈ પટેલ

HMPV Virus Guidelines: HMPV વાયરસને લઈને રાજ્ય સરકારની માર્ગદર્શિકા જાહેર, જાણો શું કરવું અને શું ન કરવું?
HMPV વાયરસઃ રાજ્ય સરકારની ગાઈડલાઈન જાહેર, જાણો શું કરવું અને શું ન કરવું?
VIDEO: પાટીદાર દીકરી મુદ્દે ગોપાલ ઈટાલિયા આક્રમક, જાહેર મંચ પર પોતાને જ માર્યા પટ્ટા, કહ્યું, 'ગુજરાતનો આત્મા જાગવો જોઈએ'

જસપ્રીત બુમરાહ ઈંગ્લેન્ડ સામેની સિરીઝમાંથી બહાર થશે? ટીમ ઈન્ડિયાને લઈ મોટું અપડેટ

Embed widget