દુબઈ: મુશ્ફિકુર રહીમની શાનદાર સદીની મદદથી એશિયા કપમાં બાંગ્લાદેશે પ્રથમ મેચમાં શ્રીલંકાને 137 રનોથી હરાવ્યું હતું. મુશ્ફિકુર રહીમે શાનદાર 144 રન ફટકારીને એક રેકોર્ડ પોતાના નામે કર્યો છે. રહીમે ધોની અને સાંગાકારના રેકોર્ડને તોડી નાખ્યો છે. મુશ્ફિકુર રહીમે એશિયા કપમાં વિકેટકીપર બેટ્સમેન તરીકે સૌથી મોટો વ્યક્તિગત સ્કોરનો રેકોર્ડ પોતાના નામે કર્યો છે.
2/3
આ પહેલા કુમાર સંગાકારાએ જૂન 2008માં બાંગ્લાદેશ સામે 121 રન બનાવ્યા હતા. ધોનીએ 2008માં હોંગકોંગ સામે 109 રન ફટકાર્યા હતા. મુશ્ફિકુર રહીમ એશિયા કપમાં 144 રન ફટકારતા સર્વોચ્ચ સ્કોર ફટકારવાનાં મામલે સંયુક્ત રૂપે બીજા નંબરે છે. એશિયા કપમાં સૌથી વધુ રન કરવાનાં મામલે વિરાટ કોહલી પહેલા નંબરે છે. તેણે 2012માં 183 રન ફટકાર્યા હતા.
3/3
રહીમ પાકિસ્તાનનાં યૂનુસ ખાન સાથે બીજા નંબર પર છે. તો શ્રીલંકા સામે મુશ્ફિકુરે તમીમ ઇકબાલ સાથે 10મી વિકેટનાં રૂપે 32 રન જોડ્યા હતા જે વનડે ક્રિકેટમાં સૌથી મોટી 10મી વિકેટની ભાગીદારી છે.