(Source: ECI/ABP News/ABP Majha)
રાષ્ટ્રીય ખેલ પુરસ્કારની જાહેરાત, મોહમ્મદ શમી સહિત આ ખેલાડીને મળશે અર્જુન એવોર્ડ,આ 2 ખેલાડીને મળશે ખેલ રત્ન
ખેલ મંત્રાલયના જણાવ્યા અનુસાર, 26 ખેલાડીઓને અર્જુન પુરસ્કાર આપવામાં આવશે આ તમામ રાષ્ટ્રીય રમત પુરસ્કારો 9 જાન્યુઆરી 2024ના રોજ રાષ્ટ્રપતિ ભવન ખાતે આપવામાં આવશે.
National sports awards:ખેલ મંત્રાલયના જણાવ્યા અનુસાર, ભારતીય ઝડપી બોલર મોહમ્મદ શમી સહિત 26 ખેલાડીઓને અર્જુન પુરસ્કાર આપવામાં આવશે, જ્યારે મેજર ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કાર ચિરાગ શેટ્ટી અને સાત્વિકસાઈરાજ રેન્કીરેડ્ડીને આપવામાં આવશે. આ તમામ રાષ્ટ્રીય રમત પુરસ્કારો 9 જાન્યુઆરી 2024ના રોજ રાષ્ટ્રપતિ ભવન ખાતે રાષ્ટ્રપતિ દ્વારા એવોર્ડ એનાયત કરવામાં આવશે.
ખેલ મંત્રાલયે આ વર્ષે આપવામાં આવનાર રમત પુરસ્કારો માટે ખેલાડીઓના નામોની યાદી જાહેર કરી છે. ભારતની સ્ટાર બેડમિન્ટન જોડી ચિરાગ શેટ્ટી અને સાત્વિકસાઈરાજ રેન્કીરેડ્ડી ખેલ રત્ન એવોર્ડ મેળવશે. ODI વર્લ્ડ કપમાં સૌથી વધુ વિકેટ લેનાર ભારતીય ઝડપી બોલર મોહમ્મદ શમીને અર્જુન એવોર્ડ આપવામાં આવશે.
ખેલ મંત્રાલયે બુધવારે સ્પોર્ટ્સ એવોર્ડ 2023ની જાહેરાત કરી. આ વખતે કુલ 29 ખેલાડીઓને સ્પોર્ટ્સ એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. બે ખેલાડીઓને ખેલ રત્ન એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે અને 27 ખેલાડીઓને અર્જુન એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. આ તમામ ખેલાડીઓને તેમના શ્રેષ્ઠ પ્રદર્શનના આધારે આ એવોર્ડ આપવામાં આવશે.
ખેલ પુરસ્કારો માટે જાહેર કરાયેલ ખેલાડીઓની યાદીઃ-
ખેલ રત્ન એવોર્ડ 2023
- ચિરાગ શેટ્ટી - બેડમિન્ટન
- સાત્વિકસાઈરાજ રેન્કીરેડ્ડી – બેડમિન્ટન
અર્જુન એવોર્ડ 2023
- મોહમ્મદ શમી - ક્રિકેટ
- ઓજસ પ્રવીણ દેવતળે - તીરંદાજી
- અદિતિ ગોપીચંદ સ્વામી - તીરંદાજી
- શ્રીશંકર - એથ્લેટિક્સ
- પારૂલ ચૌધરી - એથ્લેટિક્સ
- મોહમ્મદ હુસામુદ્દીન - બોક્સર
- આર વૈશાલી - ચેસ
- સુશીલા ચાનુ - હોકી
- પવન કુમાર - કબડ્ડી
- રિતુ નેગી - કબડ્ડી
- નસરીન - ખો-ખો
- પિંકી - લૉન બોલ્સ
- ઐશ્વર્યા પ્રતાપ સિંહ તોમર - શૂટિંગ
- ઈશા સિંહ - શૂટિંગ
- હરિન્દર પાલ સિંહ - સ્ક્વોશ
- આયિકા મુખર્જી - ટેબલ ટેનિસ
- સુનીલ કુમાર - કુસ્તી
- અંતિમ - કુસ્તી
- રોશીબીના દેવી - વુશુ
- શીતલ દેવી - પેરા તીરંદાજી
- અજય કુમાર - બ્લાઇન્ડ ક્રિકેટ
- પ્રાચી યાદવ - પેરા કેનોઇંગ
- અનુષ અગ્રવાલ - ઘોડેસવારી
- દિવ્યકૃતિ સિંહ - અશ્વારોહણ ડ્રેસ
- દીક્ષા ડાગર - ગોલ્ફ
- કૃષ્ણ બહાદુર પાઠક - હોકી
નોંધનીય છે કે, આ તમામ રાષ્ટ્રીય રમત પુરસ્કાર 9 જાન્યુઆરી 2024ના રોજ રાષ્ટ્રપતિ ભવન ખાતે આપવામાં આવશે. આ તમામ એવોર્ડ ખેલાડીઓને રાષ્ટ્રપતિ દ્વારા એનાયત કરવામાં આવશે. ખેલ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલી યાદીમાં કુલ 29 ખેલાડીઓ અને ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.