શોધખોળ કરો
Advertisement
સૌથી વધુ ઈન્ટરનેશનલ ટી 20 મેચ હારનારી ટીમ બની ન્યૂઝિલેન્ડ
ટીમ ઇન્ડિયાએ કિવી ટીમને પાંચમી અને અંતિમ ટી20માં 7 રનથી માત આપીને ટી20 સીરીઝમાં વ્હાઇટ વૉશ કર્યુ હતું.
નવી દિલ્હી: ભારતીય ટીમે ન્યૂઝીલેન્ડની ધરતી પર ડંકો વગાડતા ઐતિહાસિક જીત મેળવી છે. ટીમ ઇન્ડિયાએ કિવી ટીમને પાંચમી અને અંતિમ ટી20માં 7 રનથી માત આપીને ટી20 સીરીઝમાં વ્હાઇટ વૉશ કર્યુ હતું. સિરીઝમાં બે મેચમાં જીતની નજીક પહોંચી સુપરઓવરમાં ન્યૂઝિલેન્ડની ટીમ હારી ગઈ અન્ય ત્રણ મુકાબલામાં ટીમ ઈન્ડિયાએ સરળ જીત મેળવી. પાંચ મેચની સિરીઝમાં અંતિમ ટી20 મેચમાં હાર સાથે ન્યૂઝિલેન્ડની ટીમે પોતાની 65માં મેચમાં હાર મેળવી. આ સાથે ન્યૂઝિલેન્ડની ટીમ સૌથી વધારે ટી20 મેચ હારનારી ટીમ બની ગઈ છે.
શ્રીલંકાની ટીમે 64 મેચમાં હારનો સામનો કર્યો છે. વેસ્ટઈન્ડિઝ 63 હાર સાથે બીજા ક્રમે છે જ્યારે 62 હાર સાથે બાગ્લાદેશ ત્રીજા સ્થાન પર છે. પાકિસ્તાન 57 હાર સાથે ચોથા ક્રમ પર છે. ન્યૂઝિલેન્ડની ટીમે શ્રીલંકાની ટીમને પાછળ છોડીને સૌથી વધુ મેચ હારવા મામલે પ્રથમ સ્થાન પર આવી ગઈ છે.
ટીમ ઇન્ડિયાએ કિવી ટીમને પાંચમી અને અંતિમ ટી20માં 7 રનથી માત આપીને ટી20 સીરીઝમાં વ્હાઇટ વૉશ કર્યુ હતું. ભારતીય ટીમે 20 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 163 રન બનાવ્યા હતા, અને ન્યૂઝીલેન્ડને જીતવા માટે 164 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. જવાબમાં ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી કિવી ટીમ 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને માત્ર 156 રન જ બનાવી શકી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
દેશ
ગુજરાત
Advertisement