શોધખોળ કરો
Advertisement
કોહલી સાથે મિત્રતાને લઈ વિલિયમસને કરી મોટી વાત, કહ્યું- ભાગ્યશાળી છું કે મને......
વિલિયમસને કહ્યું, યુવાવસ્થામાં તેને મળવું ને બાદમાં તેની પ્રગતિ તથા ક્રિકેટ યાત્રાની સફળ કરિયર જોઈ આનંદ થયો.
મુંબઈઃ ન્યૂઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમસને ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી સાથે રમવા મળવા બદલ પોતાને ભાગ્યશાળી માને છે. તેણે કહ્યું હું અને કોહલી ક્રિકેટ યાત્રાના યુવા દિવસોથી એકબીજા સાથે સંકળાયેલા છીએ. વિલિયમસન અને કોહલી બંને મલેશિયામાં 2008માં રમાયેલા આઈસીસી અંડર-19 વર્લ્ડકપનો હિસ્સો હતા, જેમાં ભારત વિજેતા બન્યું હતું. હાલ બંને ક્રિકેટ જગતના દિગ્ગજ બેટ્સમેન માનવામાં આવે છે.
વિલિયમસને સ્ટાર સ્પોર્ટ્સના કાર્યક્રમ ક્રિકેટ કનેકટેડમાં કહ્યું, અમને એકબીજા સામે રમવાનું મળ્યું તેથી ભાગ્યશાળી છીએ. યુવાવસ્થામાં તેને મળવું ને બાદમાં તેની પ્રગતિ તથા ક્રિકેટ યાત્રાની સફળ કરિયર રહી છે. કોહલીના નેતૃત્વમાં ભારતીય ટીમે 2008માં વિલિયમસનના નેતૃત્વવાળી ન્યૂઝીલેન્ડને અંડર-19 સેમી ફાઇનલમાં હાર આપી હતી.
તે વર્લ્ડકપમાં રવિન્દ્ર જાડેજા, ટ્રેન્ટ બોલ્ટ અને ટીમ સાઉથીએ પણ હિસ્સો લીધો હતો. વિલિયમસને કહ્યું, અમે લાંબા સમયથી એકબીજા સાથે રમી રહ્યા છીએ તે રસપ્રદ છે. રમત અને મેદાન વ્યવહાર થોડો અલગ ગોવા છતાં કેટલાક મામલામાં અમારા વિચાર સમાન હોય છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
બોલિવૂડ
દેશ
Advertisement