શોધખોળ કરો
ન્યૂઝીલેન્ડના પૂર્વ કોચ માઈક હેસન ભારતના મુખ્ય કોચ તરીકે કરી શકે છે આવેદન
હેસન સતત 6 વર્ષ સુધી ન્યૂઝીલેન્ડના કોચ રહ્યા છે. વર્ષ 2018માં તેણે પોતાના પદ પરથી રાજીનામુ આપ્યું હતું.

નવી દિલ્હી: ન્યૂઝીલેન્ડના પૂર્વ કોચ માઈક હેસન હવે ભારતીય ટીમના મુખ્ય કોચ તરીકે આવેદન કરશે. ક્રિકેટનેક્સ્ટ અનુસાર તેઓ જલ્દીથી કોચ પદ માટે આવેદન કરી શકે છે. હેસન સતત 6 વર્ષ સુધી ન્યૂઝીલેન્ડના કોચ રહ્યા છે. વર્ષ 2018માં તેણે પોતાના પદ પરથી રાજીનામુ આપ્યું હતું. પોતાના કાર્યકાળ દરમિયાન તેઓ વર્ષ 2015માં ન્યૂઝીલેન્ડની ટીમને વર્લ્ડકપ ફાઈનલ સુધી લઈ ગયા હતા. હેસન આ વર્ષ આઈપીએલ સાથે જોડાયા જ્યારે તેમણે કિંગ્સ ઈલેવન પંજાબના કોચનો પદભાર સંભાળ્યો હતો. સુત્રોની જાણકારી અનુસાર હેસન કોચ પદ માટે આવેદન કરવામાં ઘણો રસ દેખાડી રહ્યા છે. તેમણે કિંગ્સ ઈલેવન પંજાબ સાથે ભારતમાં આશરે 2 મહિના પસાર કર્યા છ. તેઓ ટેલીવિઝન અને બ્રોડકાસ્ટર્સ સાથે પણ જોડાયેલા છે. સૂત્રોએ જણાવ્યું કે ન્યૂઝીલેન્ડ જેવી સારી ટીમ સાથે કામ કર્યા બાદ તેઓ ભારતીય ટીમ સાથે કામ કરવા માંગશે. હેસનના એજન્ટે બીસીસીઆઈની ઓફિશિયલ વેબસાઈટ પર કોટ પદના આવેદન માટેની તમામ જાણકારીઓ એકઠી કરી લીધી છે. હવે હેસન અને તેમના એજન્ટે કોચ પદ માટે બીસીસીઆઈ સામે પોતાની વાતો રાખવી પડશે. હેસને આ માટે એફિડેવિટ પણ આપવું પડશે જેમાં તેમણે પોતાના કોન્ફ્લિક્ટ ઓફ ઈંટ્રેસ્ટ વિશે જણાવવું પડશે.
વધુ વાંચો





















