શોધખોળ કરો
ટીમ ઇન્ડિયાના ચાર નંબરના પ્રશ્નને ઉકેલવા તૈયાર છે આ બેટ્સમેન, જાણો જણાવી પોતાની પસંદ
સેમિફાઇનલમાં મળેલી હારથી ટીમ ઇન્ડિયા વર્લ્ડકપમાંથી બહાર થઇ ગયુ હતુ અને આખી ટુનામેન્ટમાં નંબર ચારનુ સ્થાન ચર્ચાનો વિષય રહ્યો હતો.

નવી દિલ્હીઃ ભારતની ટેસ્ટ ટીમના વાઇસ કેપ્ટન અંજિક્ય રહાણેએ કહ્યું કે, તે ટીમ ઇન્ડિયા તરફથી ચાર નંબર પર બેટિંગ કરવાનું પસંદ કરે છે. નંબર ચાર તે સ્થાન છે જેના માટે વન-ડેમાં ભારતીય ક્રિકેટમાં લાંબા સમયથી સારો બેટ્સમેન શોધી રહી છે. સેમિફાઇનલમાં મળેલી હારથી ટીમ ઇન્ડિયા વર્લ્ડકપમાંથી બહાર થઇ ગયુ હતુ અને આખી ટુનામેન્ટમાં નંબર ચારનુ સ્થાન ચર્ચાનો વિષય રહ્યો હતો. આ નંબર પર વિજય શંકર કે ઋષભ પંત કોઇ ખાસ છાપ છોડી શક્યા નહોતા. રહાણેએ કોલકત્તાના બંગાળ ક્રિકેટ સંઘના વાર્ષિક એવોર્ડ સમારોહના અવસર પર કહ્યું કે, હું નંબર-4 પર બેટિંદ કરવાનું પસંદ કરું છું. આ મારી પસંદગીનું સ્થાન છે. રહાણેએ સીએબીના કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ભાગ લઇ રહ્યો હતો. 31 વર્ષના રહાણેએ અત્યાર સુધીમાં 90 વન-ડે મેચમાં 25 વખત નંબર-4 પર બેટિંગ કરી છે અને 843 રન બનાવ્યા છે. ભારતે વેસ્ટ ઇન્ડિઝમાં બે ટેસ્ટ મેચ રમવાની છે. આ સીરિઝમાં ટીમ ઇન્ડિયા ફેવરિટ માનવામાં આવે છે. પરંતુ રહાણેના મત આ સીરિઝ સરળ નહી હોય. આપણા બધા જાણીએ છીએ કે તે ખતરનાક અને આશ્વર્યમાં મુકે તેવી ટીમ છે. મારા માટે જરૂરી છે કે હું મારુ સર્વશ્રેષ્ઠ આપું. મારુ ધ્યાન હંમેશા ટીમમાં પોતાનું યોગદાન આપવા પર રહે છે. રહાણેએ કહ્યું કે હું બેગલુરુમાં એટલા માટે અભ્યાસ કરી રહ્યો હતો કારણ કે મુંબઇમાં હાલમાં ભારે વરસાદ પડી રહ્યો છે. હું રાહુલ દ્રવિડ સાથે અભ્યાસ કરવા માંગુ છું. તે હાલમાં બેગલુરુમાં છે. ત્યાં હુ મારી ફિટનેસ પર ધ્યાન આપી રહ્યો છું.
વધુ વાંચો




















