Olympic Games: શું 2036નો ઓલિમ્પિક ભારતમાં થશે, ગુજરાતે કસી લીધી છે કમર
અમદાવાદ શહેરી વિકાસ પ્રાધિકરણ (ઔડા)એ મંગળવારે ઓલિમ્પિક માપદંડ પ્રમાણે સ્પોર્ટ્સ અને નૉન-સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એનાલિસીસ માટે ટેન્ડર જાહેર કર્યુ છે. ટેન્ડર પર ખરી ઉતરનારી એજન્સીઓને આગામી ત્રણ મહિનાની અંદર કન્સ્ટ્રક્શનનો રિપોર્ટ તૈયાર કરવો પડશે.
Olympic Games: શું 16 વર્ષ બાદ 2036માં ભારતમાં ઓલિમ્પિક ગેમનુ સપનુ પુરુ થઇ શકે છે. આ સવાલનો જવાબ તો આગામી થોડાક મહિનાઓમાં જ મળશે, પરંતુ અમદાવાદ ઓલિમ્પિકની યજમાની માટે પુરેપુરી રીતે કમર કરી ચૂક્યુ છે. આની તૈયારીઓ માટે અમદાવાદે તૈયારીઓ શરૂ કરી દીધી છે. કેટલાય પ્રકારના નવા ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવામા આવી રહ્યાં છે. અમદાવાદ શહેરી વિકાસ પ્રાધિકરણ (ઔડા)એ મંગળવારે ઓલિમ્પિક માપદંડ પ્રમાણે સ્પોર્ટ્સ અને નૉન-સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એનાલિસીસ માટે ટેન્ડર જાહેર કર્યુ છે. ટેન્ડર પર ખરી ઉતરનારી એજન્સીઓને આગામી ત્રણ મહિનાની અંદર કન્સ્ટ્રક્શનનો રિપોર્ટ તૈયાર કરવો પડશે.
2028 સુધીનો ફેંસલો થઇ ચૂક્યો છે
ખરેખર, 2028 સુધીની ઓલિમ્પિક યજમાની દેશનો ફેંસલો થઇ ચૂક્યો છે. હવે 2032ની યજમાની માટે આગામી મહિને બિડ ખુલાવાની છે. 2020ની ઓલિમ્પિક ગેમ્સ કોરોના કારણે 2021માં થવાની છે. જાપાનમાં આનુ આયોજન છે. જોકે, આના પર પણ સંશયના વાદળો મંડરાઇ રહ્યાં છે, અને 2028ની ઓલિમ્પિક લૉસ એન્જેલિસમાં થશે. 2032નુ ઓલિમ્પિક સ્થળનો ફેંસલો લગભગ થઇ ચૂક્યો છે. ઓલિમ્પિક કમિટીએ આ માટે ઓસ્ટ્રેલિયાના બ્રેસ્બેનને પસંદગીનુ સ્થળ માન્યુ છે. જોકે અંતિમ ફેંસલો થવાનો બાકી છે.
કોણ-કોણ છે 2036ના દાવેદાર
2036 ઓલિમ્પિક ગેમ માટે જર્મની, ભારત, કતાર, ઇન્ડોનેશિયા, હંગરી, ઉત્તર કોરિયા અને દક્ષિણ કોરિયા ટેકનિકલી રીતે પહેલાથી જ લાઇનમાં છે. આ ઉપરાંત બ્રિટન પણ નવુ દાવેદાર થઇ ગયુ છે. ઓલિમ્પિક ગેમ માટે જગ્યાની પસંદગી ખુબ બારીકાઇથી તપાસ કર્યા બાદ કરવામાં આવે છે. અત્યાર સુધી વિકસિત દેશોમાં જ આનુ આયોજન થયુ છે, પરંતુ હવે છેલ્લા કેટલાક વર્ષોમાં વિકાસશીલ દેશોમાં આને કરાવવાની માંગ વધી છે. આ ક્રમમાં 2008ની ઓલિમ્પિક ચીનમાં અને 2016ની ઓલિમ્પિક બ્રાઝિલમાં થઇ હતી. હવે જો જે દેશોમાં ઓલિમ્પિક નથી થયુ, તે દેશોને પ્રાથમિકતા આપવામાં આવે છે તો ભારત અને ઇન્ડોનેશિયા આનુ પ્રબળ દાવેદાર છે, જે રીતના દાવા કરવામાં આવી રહ્યાં છે, તેમાં ભારતને આનુ પ્રબળ દાવેદાર માનવામાં આવી રહ્યું છે.