(Source: ECI/ABP News/ABP Majha)
Tokyo Olympics: ભારતીય ઘોડેસવાર ફવાદ મિર્ઝા ફાઇનલમાં પહોંચ્યા
આજે ફવાદ મિર્જાએ વ્યક્તિગ શો જંપિંગ ક્વાલીફાયરમાં જોરદાર પ્રદર્શન કર્યું હતું. તેમજ તેઓ જંપિંગ ઇન્ડિવ્યુઝઅલ ફાઇનલ માટે ક્વોલિફાઇ થઈ ગયા છે.
Tokyo Olympics: ભારતીય ઘોડેસવાર ફવાદ મિર્ઝા ફાઇનલમાં પહોંચ્યા છે. જમ્પિંગ ઇન્ડિવિઝ્યુઅલ ફાઇનલ્સ માટે તેઓ ક્વોલિફાય થયા છે. તેઓ ક્વોલિફિકેશન રાઉન્ડમાં 25મા નંબરે રહ્યા છે. ઓલિમ્પિકના 2 દસકાથી પણ વધુ સમય પછી એકમાત્ર ભારતીય ફવાદ મિર્ઝા રવિવારે ક્રોસ કંટ્રી રાઉન્ડ પછી 11-20 પેનલ્ટી પ્વોઇંટ સાથે 22માં નંબર પર રહ્યા હતા.
આજે ફવાદ મિર્જાએ વ્યક્તિગ શો જંપિંગ ક્વાલીફાયરમાં જોરદાર પ્રદર્શન કર્યું હતું. તેમજ તેઓ જંપિંગ ઇન્ડિવ્યુઝઅલ ફાઇનલ માટે ક્વોલિફાઇ થઈ ગયા છે.
#TokyoOlympics: Equestrian Fouaad Mirza and Seigneur Medicott qualify for the Jumping Individual Finals pic.twitter.com/l4LgQvptH5
— ANI (@ANI) August 2, 2021
Hockey, India Enters Semi-Final: મહિલા હોકી ટીમની ઐતિહાસિક જીત પર સ્પોર્ટ્સ મંત્રીએ શું કર્યુ ટ્વીટ ?
ટોક્યો ઓલિમ્પિકમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી ક્વાટર ફાઈનલમાં ભારતની જીત થઈ છે. પ્રથમ ક્વાર્ટરમાં બને ટીમો ગોલ કરી શકી નહોતી. બીજા ક્વાર્ટરમાં ટીમ ઈન્ડિયાએ ગોલ કર્યો હતો. ગુરજીત કૌરે શાનદાર પ્રદર્શન કરીને ગોલ ફટકારી ભારતને લીડ અપાવી હતી. ત્રીજા ક્વાર્ટરમાં પણ બંને ટીમો ગોલ કરી શકી નહોતી. જેના કારણે ટીમ ઈન્ડિયા 1-0થી વિજયી બની હતી. સ્પોર્ટ્સ મંત્રી અનુરાગ ઠાકુરે ટ્વીટ કરીને લખ્યું, મહિલા હોકી ટીમે ઈતિહાસ રચ્યો છે. આપણે પ્રથમ વખત ઓલિમ્પિકની સેમી ફાઈનલમાં પહોચ્યા છીએ.
કેટલા ગોલ રોક્યા
ભારતીય મહિલા હોકી ટીમે આજે શાનદાર દેખાવ કર્યો હતો. ભારતીય મહિલા ટીમ નવ પેનલ્ટી કોર્નર રોકવામાં સફળ રહી હતી. ગોલ કિપર સવિતાએ બે ગોલ અને સાત પેનલ્ટી કોર્નર રોકીને શાનદાર દેખાવ કર્યો હતો.
ભારતે બીજા ક્વાર્ટરમાં કર્યો ગોલ
ભારતે બીજા ક્વાર્ટરની છઠ્ઠી મિનિટ પર પેનલ્ટી કોર્નરથી ગોલ કર્યો હતો. ગુરજીત કૌરે પેનલ્ટી કોર્નરનો ફાયદો ઉઠાવ્યો અને ભારતને લીડ અપાવી હતી. ઓલિમ્પિકમાં ગુરજીતનો આ પ્રથમ ગોલ છે.
મહિલા ટીમ પ્રથમ વાર સેમી ફાઈનલમાં પહોંચી
ટોક્યો ઓલિમ્પિકના 11માં દિવસે મહિલા હોકીની ક્વાર્ટર ફાઇનલમાં ભારતે ઓસ્ટ્રેલિયા સામે જીત મેળવીને ઈતિહાસ રચ્યો એ મેચમાં ગુરજીત કૌરે રંગ રાખ્યો હતો. ભારતની ગુરજીત કૌરે મેચની 22મી મિનિટે ગોલ કરીને 1-0ની લીડ અપાવી હતી. ગુરજીતે ડાયરેક્ટ ફ્લિક વડે ગોલ કર્યો હતો. ઓલિમ્પિકમાં આ સાથે ભારતની મહિલા હોકી ટીમ પહેલી વાર સેમી ફાઈનલમાં પ્રવેશ મેળવ્યો છે.
ઓસ્ટ્રેલિયાની સ્ટાર ખેલાડી બ્રુક પેરીસ તો એ હદે હતાશ થઈ ગઈ હતી કે મેદાન પર જ રડી પડી હતી. ઓસ્ટ્રેલિયાની ખેલાડી એડવિના બોને તેને ગલે લગાડીને શાંત રાખવા પ્રયાસ કર્યો હતો પણ બ્રુક પેરીસ રડતી જ રહી હતી. પેરીસ રડતી રડતી બહાર ગઈ હતી. કોચ અને બીજા સ્ટાફે તેને શાંત કરવા પ્રયાસ કર્યો હતો પણ તે પોતાનાં આંસુ રોકી જ નહોતી શકી.