(Source: ECI/ABP News/ABP Majha)
Happy BirthDay: જાણો સ્વીમિંગ પૂલમાં ઇતિહાસ રચનારા મહાન તરવૈયા માઇકલ ફેલ્પ્સ વિશે.........
તમે કોઇ તરવૈયાને ફોલો કરતા હોય કો ના કરતાં હોય પરંતુ તમે માઇકલ ફેલ્પ્સનુ નામ જરૂર સાંભળ્યુ હશે, 1986માં જન્મેલા માઇકલ ફેલ્પ્સે 37 વર્ષની નાની ઉંમરે બહુ મોટા રેકોર્ડ પોતાના નામે કરી લીધા છે. માઇકલ ફેલ્પ્સ આજે પોતાનો 37મો જન્મદિવસ મનાવી રહ્યો છે.
HBD : માઈકલ ફેલ્પ્સ-, તમે કોઇ તરવૈયાને ફોલો કરતા હોય કો ના કરતાં હોય પરંતુ તમે માઇકલ ફેલ્પ્સનુ નામ જરૂર સાંભળ્યુ હશે, 1986માં જન્મેલા માઇકલ ફેલ્પ્સે 37 વર્ષની નાની ઉંમરે બહુ મોટા રેકોર્ડ પોતાના નામે કરી લીધા છે. માઇકલ ફેલ્પ્સ આજે પોતાનો 37મો જન્મદિવસ મનાવી રહ્યો છે. 30 જૂન 1985ના રોજ યુએસના મેરિલેન્ડના બાલ્ટીમૉરમાં આ મહાન તરવૈયા માઇકલ ફેલ્પ્સનો જન્મ થયો હતો, ખાસ વાત છે કે માઇકલ ફેલ્પ્સ આજે દુનિયાનો સૌથી સફળ ઓલિમ્પિયન છે, તેના નામે અનેક મોટા રેકોર્ડ નોંધાયેલા છે, જાણો તેના જન્મદિવસ નિમિત્તે તેની જીવની વિશે......
કેટલા ખિતાબ-
6 ફૂટ ચાર ઇંચ લાંબા માઇકલ ફેલ્પ્સના નામે 23 ઓલિમ્પિક ગૉલ્ડ, 3 સિલ્વર, 2 બ્રૉન્ઝ મેડલ છે. આ ઉપરાંત 8 વર્લ્ડ સ્વિમર ઓફ ધ ઇયર, 2 FINA એવોર્ડ પણ મળ્યા છે.
ઓલિમ્પિકમાં રેકોર્ડ -
ફેલ્પ્સ ઓલિમ્પિક ઇતિહાસમાં સૌથી સફળ એથ્લેટ છે, તેના નામે સૌથી વધુ ઓલિમ્પિક ગૉલ્ડ, પ્રાઇવેટ ઇવેન્ટમા સૌથી વધુ ઓલિમ્પિક ગૉલ્ડ (13) અને પ્રાઇવેટ ઇવેન્ટમાં સૌથી વધુ ઓલિમ્પિક મેડલ (16) નોંધાયેલા છે.
મેડલ જ મેડલ -
મોટી ઇન્ટરનેશનલ મેચોમાં તેના નામે સૌથી વધુ 82 મેડલ છે, તેમાં 65 ગૉલ્ડ, 14 સિલ્વર અને 3 બ્રૉન્ઝ મેડલ છે, આમાં ઓલિમ્પિક, વર્લ્ડ ચેમ્પિયીનશીપ અને પેન પેસિફિક ચેમ્પિયનશીપ સામેલ છે.
કરી દીધો કમાલ -
ફેલ્પ્સને બાળપણમાં ADHDની સમસ્યા હતી, આ કારણે તેને સ્પેશ્યાલિસ્ટોએ સ્વીમિંગ કરાવવાની સલાહ આપી અને બાદ તે ઇતિહાસનો એક મોટો સ્વીમર બની ગયો. ફેલ્પ્સે સાત વર્ષની ઉંમરમાં સ્વીમિંગ શરૂ કર્યુ.
આટલી છે કેલૉરી -
પોતાની ટ્રેનિંગની પીક પર તે દરરોજ 8000 થી 10000 કેલૉરી ખાતો હતો, તેની ટૉપ સ્વીમિંગ સ્પીડ 6 મીલ પ્રતિ કલાક એટલે કે લગભગ 9.66 kmph સુધી પહોંચી જતી હતી.
આ પણ વાંચો........
વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં ફરી એકવાર પડશે મોટું ગાબડું, આજે કોણ કોણ જોડાશે ભાજપમાં?
ગુજરાતના આ જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, 24 કલાકમાં 6 ઇંચ વરસાદ ખાબક્યો
Jeevan Umang Policy: આ યોજનામાં દરરોજ કરો 45 રૂપિયાનું રોકાણ, એક સાથે મળશે 36 લાખ રૂપિયા
Astrology Lazy Zodiac: આ ત્રણ રાશિના લોકો હોય છે ખૂબ આળસુ, જે સફળતામાં બને છે અવરોધ