Neeraj Chopra Hospitalised: ગોલ્ડન બોય નીરજ ચોપરા હોસ્પિટલમાં દાખલ
ગોલ્ડન બોય નીરજ ચોપરાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. ખૂબ જ તાવ હોવાને કારણે નીરજ ચોપરાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.
નવી દિલ્હી: ગોલ્ડન બોય નીરજ ચોપરાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. ખૂબ જ તાવ હોવાને કારણે નીરજ ચોપરાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. ટોક્યો ઓલંપિકના સ્વર્ણ પદક વિજેતા ભાલા ફેંક ખેલાડી નીરજ ચોપડાને તાવ આવ્યો છે અને તેમનું ગળુ ખરાબ છે. જો કે રાહતની વાત એ છે કે તેમનો કોરોના ટેસ્ટ નેગેટિવ આવ્યો છે. તબીયત ખરાબ થવાનું કારણ છે નીરજ શુક્રવારે હરિયાણા સરકાર તરફથી આયોજિત સન્માન સમારોહમાં ભાગ નહોતા લઈ શક્યા.
નીરજ ચોપડાના સન્માન સમારોહનો સિલસિલો સતત ચાલુ જ છે. ટોક્યો ઓલંપિકમાં ગોલ્ડ જીત્યાના પુરા 10 દિવસ બાદ નીરજ પોતાના ઘર ખંડરા આવ્યા છે. સવારે નીરજ ચોપજા સમાલખા પુલની નીચે પહોંચ્યા હતા. ગામ ખંડરા પહોંચવા પર નીરજની ગલીની બહાર તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. તે પહેલા સ્વાગત માટે સવારે જ ખંડરા વાસી સમાલખા પુલની પાસે પહોંચી ગયા હતા. નિરજના સ્વાગત માટે આખું ગામ રાહ જોઈ રહ્યું હતું.
ઉલ્લેખનીય છે કે નીરજને 3 દિવસથી તાવ આવી રહ્યો હતો, પણ તેમનો કોવિડ-19 રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. જ્યારે કાર્યકમ સ્થળ પર ખુબ વધારે ભીડ હોવાના કારણે કાર્યક્રમને ઝડપથી ખતમ કરી દેવામાં આવ્યો હતો.