Neeraj Chopra: 'તમામ ખેલાડીનો દિવસ હોય છે...', પેરિસ ઓલિમ્પિકમાં સિલ્વર જીત્યા બાદ નીરજ ચોપરાએ આપ્યું નિવેદન
Neeraj Chopra: નીરજ ચોપરાએ પેરિસ ઓલિમ્પિક્સ 2024માં સિલ્વર મેડલ જીત્યો હતો. નીરજ ભાલા ફેંક સ્પર્ધાની ફાઇનલમાં બીજા સ્થાને રહ્યો હતો
Neeraj Chopra Reaction On Silver Medal: નીરજ ચોપરાએ પેરિસ ઓલિમ્પિક્સ 2024માં સિલ્વર મેડલ જીત્યો હતો. નીરજ ભાલા ફેંક સ્પર્ધાની ફાઇનલમાં બીજા સ્થાને રહ્યો હતો, જેના કારણે તેને સિલ્વર મેડલથી સંતોષ માનવો પડ્યો હતો. આ પહેલા નીરજે ટોક્યો ઓલિમ્પિક ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. સિલ્વર મેડલ જીત્યા બાદ નીરજની પ્રતિક્રિયા સામે આવી હતી. નીરજે કહ્યું કે દરેક ખેલાડીનો દિવસ હોય છે.
"I gave my best, but it was Arshad's day": Neeraj Chopra reflects on missing gold at Paris Olympics
— ANI Digital (@ani_digital) August 9, 2024
Read @ANI Story | https://t.co/HK1MPE1h51#NeerajChopra #javelinfinal #ParisOlympics2024 pic.twitter.com/C8rlcUTWWD
પેરિસ ઓલિમ્પિકમાં પુરુષોના ભાલા ફેંકમાં સિલ્વર મેડલ જીત્યા બાદ ANI સાથે વાત કરતા નીરજ ચોપરાએ કહ્યું હતું કે "સ્પર્ધા શાનદાર હતી. દરેક ખેલાડીનો પોતાનો દિવસ હોય છે, આજે અરશદનો દિવસ હતો. ટોક્યો, બુડાપેસ્ટ, એશિયન ગેમ્સમાં આપણો દિવસ હતો. મેં મારું સર્વશ્રેષ્ઠ આપ્યું, પરંતુ કેટલીક બાબતો એવી છે કે જેના પર ધ્યાન આપવાની અને કામ કરવાની જરૂર છે, ભલે આજે આપણું રાષ્ટ્રગીત વગાડવામાં ન આવ્યું હોય પણ તે ભવિષ્યમાં ચોક્કસપણે ક્યાંક વગાડવામાં આવશે."
આ સિવાય નીરજે રિફોર્મ્સ વિશે પણ વાત કરી હતી. નીરજે વધુમાં કહ્યું, "જ્યારે પણ આપણે દેશ માટે મેડલ જીતીએ છીએ ત્યારે આપણે બધા ખુશ થઈએ છીએ. હવે થ્રોમાં સુધારો કરવાનો સમય આવી ગયો છે. અમારે ઈજાઓ પર કામ કરવું પડશે. અમે ખામીઓને સુધારીશું. અમે બેસીને ચર્ચા કરીશું. અને પ્રદર્શનમાં સુધારો કરીશું.
નીરજ ચોપરાએ સીઝનના સર્વશ્રેષ્ઠ સાથે સિલ્વર જીત્યો હતો
નીરજ ચોપરાએ 89.45 મીટર ભાલો ફેંકીને સિલ્વર મેડલ જીત્યો હતો. નીરજનો આ સીઝનનો સર્વશ્રેષ્ઠ સ્કોર હતો. આ જ સ્પર્ધામાં પાકિસ્તાનના અરશદ નદીમે ગોલ્ડ મેડલ જીત્યો હતો. અરશદે 92.97 મીટરના થ્રો સાથે ગોલ્ડ કબજે કર્યો હતો. અરશદનો આ થ્રો પણ ઓલિમ્પિક રેકોર્ડ બની ગયો. આ સિવાય ગ્રેનાડાનો એન્ડરસન પીટર્સ સ્પર્ધામાં ત્રીજા ક્રમે રહ્યો જેણે બ્રોન્ઝ મેડલ જીત્યો. એન્ડરસન પીટર્સે 88.54 મીટરનો થ્રો કર્યો હતો.