Paris Olympics: વિવાદ સાથે પેરિસ ઓલિમ્પિકની શરૂઆત, ફૂટબોલ મેચમાં દર્શકોએ મચાવ્યો હોબાળો, રોકવી પડી મેચ
Paris Olympics:આ મહાકુંભની પ્રથમ મેચ આર્જેન્ટિના અને મોરોક્કોની ફૂટબોલ ટીમો વચ્ચે રમાઈ હતી. પરંતુ આ રમતમાં દર્શકોએ હોબાળો મચાવ્યો હતો.
Paris Olympics: પેરિસ ઓલિમ્પિકની શરૂઆત વિવાદોથી ભરેલી રહી છે. ઓલિમ્પિક 2024ની ફૂટબોલ મેચો બુધવારથી શરૂ થઈ ગઈ છે. આ મહાકુંભની પ્રથમ મેચ આર્જેન્ટિના અને મોરોક્કોની ફૂટબોલ ટીમો વચ્ચે રમાઈ હતી. પરંતુ આ રમતમાં દર્શકોએ તોફાન મચાવ્યું હતું. આ મેચમાં એક સમયે મોરોક્કોની ટીમ 2-1થી આગળ હતી. ત્યારબાદ આર્જેન્ટિનાએ બરાબરીનો ગોલ કર્યો હતો. આર્જેન્ટિના હજુ પણ ગોલ કરવાની ઉજવણી કરી રહી હતી ત્યારે દર્શકોએ તોફાન મચાવ્યું હતું. ગુસ્સે થયેલા દર્શકો પ્લાસ્ટિકની બોટલો અને કપ મેદાન પર ફેંકાવા લાગ્યા. ઘણા દર્શકો મેદાનમાં પણ ઘૂસી ગયા હતા. પરિસ્થિતિને સમજીને રેફરીએ ફૂટબોલની મેચ રોકાવી હતી અને તરત જ ખેલાડીઓને મેદાનની બહાર લઈ ગયા. આ પછી લગભગ એક કલાક સુધી રમત બંધ થઈ ગઈ હતી. જોકે આ મેચમાં મોરોક્કોએ 2-1થી જીત મેળવી હતી.
😨 𝐃𝐢𝐬𝐭𝐮𝐫𝐛𝐢𝐨𝐬 tras el Argentina 🆚 Marruecos
— Eurosport.es (@Eurosport_ES) July 24, 2024
🧨 En medio de la celebración de la selección albiceleste, tras lograr el 2-2 en el último suspiro, desde la grada cayó un 𝐩𝐞𝐫𝐭𝐚𝐝𝐨 muy cerca de algunos jugadores#Paris2024 pic.twitter.com/BUpujNcxr9
પેરિસ ઓલિમ્પિકનું ઉદ્ઘાટન 26 જુલાઈ, ગુરુવારે થવાનું છે. પરંતુ ઓલિમ્પિકની ફૂટબોલ મેચો બે દિવસ પહેલા જ શરૂ થઈ ગઈ છે. ફૂટબોલ મેચોની શરૂઆત ગ્રુપ બીની મેચથી થઈ હતી, જેમાં આર્જેન્ટિના અને મોરોક્કો આમને-સામને હતા. આ મેચમાં નિર્ધારિત સમય બાદ વધારાના સમયની 15મી મિનિટ સુધી મોરોક્કો 2-1થી આગળ હતું. વધારાના સમયની 16મી મિનિટે આર્જેન્ટિનાએ ગોલ કર્યો અને સ્કોરબોર્ડ 2-2 થઇ ગયું હતું પરંતુ આ ગોલ બાદ જ વિવાદ સર્જાયો હતો.
Morocco won 2-1 after officials overturned a late goal by Argentina that prompted Morocco's fans to crash the pitch, pausing play in the opening match of the Paris Olympics men's soccer tournament for nearly two hours. https://t.co/zlzBaJiSsf
— The Associated Press (@AP) July 24, 2024
મેદાનમાં જ્યાં મોરોક્કોના સમર્થકો વધુ દેખાતા હતા ત્યાં અવાજ વધવા લાગ્યો. દર્શકોએ અચાનક મેદાન પર પ્લાસ્ટિકની બોટલ અને કપ ફેંકવાનું શરૂ કરી દીધું. ઘણા દર્શકો મેદાનમાં ઘૂસી ગયા અને દોડવા લાગ્યા હતા. દર્શકોના હોબાળાને ધ્યાનમાં રાખીને રેફરીને મેચ રોકવી પડી હતી. તેણે તમામ ખેલાડીઓને તરત જ મેદાન છોડી જવા કહ્યું. આ પછી એક કલાક સુધી મેચ શરૂ થઈ શકી ન હતી.
Morocco fans crashed the pitch to protest a late goal by Argentina at the opening match of the Paris Olympics men's soccer tournament, suspending the game for nearly two hours. https://t.co/LRniAWsWiT
— The Associated Press (@AP) July 24, 2024
આ પછી સ્ક્રીન પર એક મેસેજ દેખાયો. જેમાં કહેવામાં આવ્યું છે કે, 'મેચ સ્થગિત કરવામાં આવી છે. કૃપા કરીને તમારા નજીકના ગેટથી બહાર નીકળો.' જો કે, ઓલિમ્પિક વેબસાઇટે કહ્યું કે મેચની બાકીની ત્રણ મિનિટ દર્શકો વિના રમાશે. વેબસાઈટ અનુસાર, આર્જેન્ટિનાના બીજા ગોલને યોગ્ય માનવામાં આવ્યો ન હતો. ઓફ સાઇડના કારણે તેને નકારી કાઢવામાં આવ્યો હતો. એટલે કે મોરોક્કોએ મેચમાં 2-1થી જીત મેળવી હતી.