(Source: ECI/ABP News/ABP Majha)
Paris Olympics 2024: અન્નૂ અને જ્યોતિએ રેન્કિંગથી મારી બાજી, નવ ભારતીય ખેલાડીઓએ હાંસલ કર્યો ઓલિમ્પિક કોટા
Paris 2024 Olympics Indian Athletics: પેરિસ ઓલિમ્પિક્સ 2024ને લઈને ભારતીયો માટે એક સારા સમાચાર છે. વાસ્તવમાં એથ્લેટિક્સ ઈવેન્ટ્સ માટે ક્વૉલિફિકેશનના દરવાજા 30 જૂને બંધ થઈ ગયા હતા
Paris 2024 Olympics Indian Athletics: પેરિસ ઓલિમ્પિક્સ 2024ને લઈને ભારતીયો માટે એક સારા સમાચાર છે. વાસ્તવમાં એથ્લેટિક્સ ઈવેન્ટ્સ માટે ક્વૉલિફિકેશનના દરવાજા 30 જૂને બંધ થઈ ગયા હતા, પરંતુ ભારતીય ખેલાડીઓનું મનોબળ હજુ પણ ઉંચુ હતું. મંગળવારે વર્લ્ડ એથ્લેટિક્સ દ્વારા બહાર પાડવામાં આવેલ "રૉડ ટૂ પેરિસ 2024" રેન્કિંગે ભારતીય એથ્લેટિક્સમાં ખુશીનો વરસાદ લાવ્યો છે અને પેરિસ 2024 ઓલિમ્પિક માટે એથ્લેટિક્સમાં ભારતનું વર્ચસ્વ વધાર્યું છે. આ બંને ખેલાડીઓએ વર્લ્ડ રેન્કિંગ દ્વારા ઓલિમ્પિક ક્વૉટા હાંસલ કર્યો છે. આ સિવાય એવા નવ ભારતીય એથ્લેટ્સ છે જેઓ પેરિસ એથ્લેટિક્સ રેન્કિંગ દ્વારા ઓલિમ્પિક ક્વોટા હાંસલ કરવામાં સફળ રહ્યા છે.
એથ્લિટ્સને કઇ રીતે મળે છે ઓલિમ્પિક્સ કોટા ?
આ રેન્કિંગ હેઠળ ખેલાડીઓ બે રીતે ઓલિમ્પિક ક્વૉટા હાંસલ કરી શકે છે. પ્રથમ રસ્તો એ છે કે તમારી સ્પર્ધા માટે નિર્ધારિત ક્વૉલિફાઇંગ ધોરણોને પૂર્ણ કરો. બીજો રસ્તો રોડ ટૂ પેરિસ રેન્કિંગમાં કટઓફની અંદર આવવાનો છે.
ભારતીય ભાલા ફેંકનાર અન્નુ રાની રૉડ ટુ પેરિસ રેન્કિંગમાં 21મા ક્રમે છે. આ ઈવેન્ટમાં ટોચના 32 ખેલાડીઓને જ ઓલિમ્પિકમાં ભાગ લેવાની તક મળશે. વળી, જ્યોતિ યારાજી 100 મીટર હર્ડલ્સમાં 34મા ક્રમે છે, પરંતુ તેનું રેન્કિંગ 40 ખેલાડીઓની કટઓફ રેન્જમાં આવે છે. નોંધનીય બાબત એ છે કે બંને ખેલાડીઓ પોતપોતાની ઇવેન્ટમાં રાષ્ટ્રીય રેકોર્ડ ધરાવે છે.
શૉટપુટમાં પણ ભારતીય એથ્લીટ્સને મળ્યો ઓલિમ્પિક્સ ક્વૉટા
સારા સમાચારનો ક્રમ અહીં જ અટક્યો ના હતો. પુરૂષોના શૉટપુટમાં, બે વખતના એશિયન ચેમ્પિયન તજિન્દરપાલ સિંહ તૂરે પણ 23મા રેન્કિંગ સાથે પોતાનો ઓલિમ્પિક ક્વૉટા મેળવ્યો હતો. એ જ રીતે, એશિયન ચેમ્પિયનશિપની સિલ્વર મેડલ વિજેતા આભા ખટુઆએ મહિલાઓના શૉટ પુટમાં પણ 23મા રેન્કિંગ સાથે ક્વોટા મેળવવામાં સફળતા મેળવી હતી. નોંધનીય બાબત એ છે કે બંને શોટ પુટ ઈવેન્ટ્સમાં ટોચના 32 ખેલાડીઓને જ ક્વોટા મળ્યો છે.
આ 9 ભારતીય અથ્લીટોએ હાંસલ કરી ઓલિમ્પિક્સ ટિકીટ
આ ભારતીય ખેલાડીઓએ "રૉડ ટૂ પેરિસ 2024" રેન્કિંગમાં શાનદાર પ્રદર્શન કરીને પેરિસ ઓલિમ્પિકમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવાનો અધિકાર મેળવ્યો છે:
જ્યોતિ યારાજી – મહિલાઓની 100 મીટર હર્ડલ્સ
અન્નૂ રાની - મહિલા જેવલિન થ્રૉ
તજિન્દરપાલ સિંઘ તૂર – પુરુષોની શૉટપુટ
આભા ખટુઆ - મહિલા શૉટપુટ
પ્રવીણ ચિત્રવેલ – પુરુષોની ત્રિપલ જમ્પ
અબ્દુલ્લા અબુબકર – પુરુષોનો ત્રિપલ જમ્પ
સર્વેશ કુશારે - મેન્સ હાઈ જમ્પ
પારુલ ચૌધરી - મહિલાઓની 5000 મીટર દોડ
સૂરજ પંવાર - પુરુષોની 20 કિલોમીટર રેસ વોક