(Source: ECI/ABP News/ABP Majha)
Winter Olympic મુશ્કેલીમાં, જ્યાં શરૂ થવાનો છે ત્યાં કોરોના ફાટી નીકળ્યો, સરકારે શરૂ કરી આ ખાસ તૈયારીઓ............
વિન્ટર ઓલિમ્પિક પહેલા લગભગ તિયાનજિનમાં એક કરોડ 40 લાખ સ્થાનિકોનુ ટેસ્ટિંગ (Mass Testing) કરવાનુ સરકારે નક્કી કરી લીધુ છે.
China Covid-19: આગામી મહિને વિન્ટર ઓલિમ્પિક શરૂ થવા જઇ રહ્યો છે. હવે તેના ઠીક પહેલા કોરોનાનો કેર વધ્યો છે. ચીનમાં આગામી મહિને બેઇંજિંગ વિન્ટર ઓલિમ્પિક શરૂ થઇ રહ્યો છે, આ પહેલા જ સરકારની ચિંતા વધી ગઇ છે. કેમે કે રાજધાનીની નજીકના શહેરમાં તિયાનજિન (Tianjin)માંથી ઓમિક્રૉનના કેસો સામે આવ્યા છે.
વિન્ટર ઓલિમ્પિક પહેલા લગભગ તિયાનજિનમાં એક કરોડ 40 લાખ સ્થાનિકોનુ ટેસ્ટિંગ (Mass Testing) કરવાનુ સરકારે નક્કી કરી લીધુ છે. કેમ કે ત્યાં કૉવિડ-19ના કેટલાય કેસો સામે આવ્યા છે, તેમા ઘાતક ઓમિક્રૉન વેરિએન્ટ (Omicron Variant)ના પણ બે કેસો સામેલ છે.
તિયાનજિન અને બેઇજિંગ (Beijing)ની વચ્ચે દરરોજ હજારોની સંખ્યામાં લોકો યાત્રાઓ કરે છે, કેમ કે હાઇ સ્પીડ ટ્રેનથી આ બન્ને શહેરોની વચ્ચે યાત્રા કરવામાં 30 મિનીટનો સમય બચી જાય છે.
ચીનના તિયાનજિનમાં ટેસ્ટિંગ પર જોર-
અધિકારીઓએ જણાવ્યુ કે 20 લોકોને કૉવિડ-19 પૉઝિટીવ (Covid-19 Positive) નીકળ્યા બાદ તિયાનજિનને આખા શહેરમાં કૉવિડ સંક્રમણને લઇને ટેસ્ટિંગ કરાવવાનો ફેંસલો કર્યો છે. નગર નિગમે કૉવિડ-19 રોકથામ તથા નિયંત્રણ માટે બનેલા મુખ્યાલયે બતાવ્યુ કે, સંક્રમણના આ કેસો શુક્રવાર અને શનિવારના છે, આમાંથી બે કેસો ઓમિક્રૉન વેરિએન્ટના છે. તિયાનજિન ચીનનુ પહેલુ શહેર હતુ જ્યાં ડિસેમ્બરના મધ્યમાં ઓમિક્રૉનના કેટલાક કેસો સામે આવ્યા હતા. પરંતુ આ પછી કેસોમાં વધારાની કોઇ જાણકારી ના મળી.
આ પણ વાંચો...........
Sovereign Gold Bond: આજથી સસ્તું સોનું ખરીદવાની સુવર્ણ તક, અહીં સંપૂર્ણ માહિતી મેળવો અને ફાયદો ઉઠાવો
NEET Counselling: મેડિકલ વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર, NEET PG કાઉન્સેલિંગ આ દિવસથી થશે શરૂ
Sanjay Dutt Cancer: સંજય દત્તે જણાવ્યું કેવી રહી કેન્સર સામેની તેની લડાઈ ?
બ્રાઝિલમાં બોટિંગ કરતા લોકો પર અચાનક ધસી પડ્યો ખડક, સાતના મોત, જુઓ કાળજુ કંપાવનારો વીડિયો
કામની વાતઃ આધાર કાર્ડને આ રીતે તમે જોઇ શકો છો ઓનલાઇન, જાણી લો ડાઉનલૉડ કરવાની રીત.........