Ravi Dahiya Wins Silver : ફાઇનલમાં ભારતના કુસ્તીબાજ રવિ કુમાર દહિયાનો પરાજય, સિલ્વર મેડલ મળ્યો
ભારતના કુસ્તીબાજ રવિ કુમાર દહિયાએ 57 કિલો ફ્રી સ્ટાઇલ કુસ્તીમાં સિલ્વર મેડલ જીતીને ઇતિહાસ રચ્યો છે. ફાઇનલમાં રવિ કુમાર દહિયાનો મુકાબલો રશિયાના જાઉર ઉગુએવ સામે હતો.
Tokyo Olympic 2020 : ભારતના કુસ્તીબાજ રવિ કુમાર દહિયાનો 57 કિલો ફ્રી સ્ટાઇલ કુસ્તીમાં પરાજય થયો છે. જોકે, ફાઇનલમાં પરાજય થતાં રવિ કુમારને સિલ્વર મેડલ મળ્યો છે. ફાઇનલમાં રવિ કુમાર દહિયાનો મુકાબલો રશિયાના જાઉર ઉગુએવ સામે હતો. આ મુકાબલામાં રવિ દહિયાનો 4-7થી પરાજય થયો હતો.
ટોક્યો ઓલિમ્પિકમાં આ સાથે ભારતને બીજો સિલ્વર મેડલ મળ્યો છે. તેમજ અત્યાર સુધીમાં ભારતને બે સિલ્વર અને 3 બ્રોન્ઝ મેડલ મળી ચૂક્યા છે. ભારતના કુસ્તીબાજ રવિ કુમાર દહિયાએ સેમિફાઇનલમાં કઝાકિસ્તાનના નુરીસ્લામ સાનાએવને હરાવી ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. 57 કિલો ફ્રી સ્ટાઇલ મેચમાં રવિ કુમારનો વિજય થયો હતો. કુસ્તીમાં ભારતીય કુસ્તીબાજો સતત સારું પ્રદર્શન કરી રહ્યા છે.
આજે રવિ કુમાર દહિયા ફાઇનલમાં રમ્યા હતા અને સિલ્વર મેડલની ગોલ્ડમાં બદલવાનો પૂરો પ્રયાસ કર્યો. ફાઇનલમાં આજે રવિનો રશિયાના જાઉર ઉગુએવ સામે રમ્યા હતા. જાઉર ઉગએવ બે વાર વર્ષ 2018 અને 2019માં વર્લ્ડ ચેમ્પિયન રહી ચૂક્યા છે. જાઉરને રશિયાના બેસ્ટ રેસલર માનવામાં આવી છએ. જાઉરે અત્યાર સુધીમાં કુલ 15 આંતરરાષ્ટ્રીય ટૂર્નામેન્ટમાં ભાગ લઈને 15 મેડલ જીત્યા છે. આ 14 મેડલમાંથી 12 તો ગોલ્ડ જીત્યા છે. જ્યારે બીજી તરફ ભારતીય રેસલર રવિ દહિયાએ 2020 અને 2021માં એશિયન ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. તેમણે 2018માં અંડર-23 ચેમ્પિયનશિપમાં પણ સિલ્વર મેડલ અને 2019 વર્લ્ડ ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.
ભારતીય પહેલવાન રવિ દહિયા અને રશિયાના રેસલર ઉગએવ ઓલિમ્પિક પહેલા પણ એકબીજાનો સામનો કરી ચૂક્યા છે. બંનેને આ પહેલા વર્લ્ડ ચેમ્પિયનશિપ 2019માં સામસામે લડ્યા હતા. આ મેચમાં રવિએ ઉગુએવને ભારે ટક્કર આપી હતી. પરંતુ રવિ 6-4થી હારી ગયા હત. રવિ આજે ઓલિમ્પિક ફાઇનલમાં રશિયન રેસલ ઉગુએવને હરાવીને આ હારનો બદલો લેવાનો પુરો પ્રયાસ કરશે.
કુશ્તીબાજ રવિ કુમાર દહિયાએ બુધવારે સવારે જ 57 કિગ્રા કેટેગરીમાં અને દીપક પૂનિયાએ 86 કિગ્રા કેટેગરીમાં ક્વાર્ટર ફાઈનલમાં જીતીને પ્રવેસ કર્યો હતો. રવિ દહિયાએ બલ્ગેરિયા સામેની મેચ 14-4થી જીતી હતી જ્યારે દિપકે છેલ્લી સેકન્ડે ચીનના શેનને 6-3થી હરાવ્યો હતો. રવિનો મુકાબલો કઝાખસ્તાનના નુરીસ્લામ સનાયેવ સાથે હતો ને તેમાં રવિ દહિયાએ 9-7થી જીત મેળવી છે. રવિ દહિયાએ સાનાયેવને પછાડીને તેને જમીન સરસો રાખીને જીત મેળવી હતી. રવિએ પણ છેલ્લી ઘડીએ પાસુ પલટીને મેચ જીતી લીધી હતી. હવે દીપક પૂનિયાનો સામનો સેમિફાઇનલમાં અમેરિકાના ડેવિડ મોરિસ ટેલર સાથે થશે.
ઓલિમ્પિકમાં હોકી પછી રેસલિંગ એવી રમત છે, જેમાં ભારતે શાનદાર પ્રદર્શન કર્યું છે. ભારતે અત્યાર સુધીમાં રેસલિંગમાં પાંચ મેડલ જીત્યા છે. સૌથી પહેલો મેડલ 1952માં હેલસિંકી ઓલિમ્પિકમાં કે. ડી. જાધવે જીત્યો હતો. આ ફછી 2008માં બેઇજિંગ ઓલિમ્પિકમાં સુશીલ કુમારે બ્રોન્ઝ અને 2012 લંડન ઓલિમ્પિકમાં સિલ્વર જીત્યો હતો. લંડન ઓલિમ્પિકમાં યોગેશ્વર દત્તને બ્રોન્ઝ અને 2016માં રિયો ઓલિમ્પિકમાં સાક્ષી મિલકને બ્રોન્ઝ મેડલ મળ્યો હતો.