શોધખોળ કરો

Neeraj Chopra: સિલ્વર મેડલથી નીરજ ચોપડા દુઃખી ? કેમેરા સામે આવતા જ દેખાઇ નિરાશા, જાણો શું બોલ્યો

Neeraj Chopra Reaction On Silver Medal: ગઇરાત્રે રમાયેલી ઓલિમ્પિક ફાઇનલમાં ભારતીય સ્ટાર નીરજ ચોપડાએ પેરિસ ઓલિમ્પિક 2024માં સિલ્વર મેડલ જીત્યો છે

Neeraj Chopra Reaction On Silver Medal: ગઇરાત્રે રમાયેલી ઓલિમ્પિક ફાઇનલમાં ભારતીય સ્ટાર નીરજ ચોપડાએ પેરિસ ઓલિમ્પિક 2024માં સિલ્વર મેડલ જીત્યો છે. નીરજ ચોપડા ભાલા ફેંક સ્પર્ધાની ફાઇનલમાં બીજા સ્થાને રહ્યો હતો, જેના કારણે તેને સિલ્વર મેડલથી સંતોષ માનવો પડ્યો હતો. આ પહેલા નીરજ ચોપડાએ ટોક્યો ઓલિમ્પિક ગેમ્સમાં ગૉલ્ડ મેડલ જીત્યો હતો. તો શું ટોક્યો ઓલિમ્પિકનો ગૉલ્ડ મેડલિસ્ટ પેરિસ ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીતીને ખુશ નથી ? હવે મેડલ જીત્યા બાદ નીરજ ચોપડાની પ્રતિક્રિયા સામે આવી છે. નીરજે કહ્યું કે દરેક ખેલાડીનો પોતાનો દિવસ હોય છે.

પેરિસ ઓલિમ્પિકમાં પુરુષોના ભાલા ફેંકમાં સિલ્વર મેડલ જીત્યા બાદ ANI સાથે વાત કરતા નીરજ ચોપડાએ કહ્યું, "મેચ શાનદાર રહી, દરેક ખેલાડીનો પોતાનો દિવસ હોય છે, આજે અરશદનો દિવસ હતો. ટોક્યો, બૂડાપેસ્ટ, એશિયન ગેમ્સનો મારો દિવસ હતો. મેં મારું સર્વશ્રેષ્ઠ આપ્યું, પરંતુ કેટલીક બાબતો એવી છે કે જેના પર ધ્યાન આપવાની અને કામ કરવાની જરૂર છે, ભલે આજે આપણું રાષ્ટ્રગીત વગાડવામાં ના આવ્યું હોય, તો તે ભવિષ્યમાં ચોક્કસપણે ક્યાંક વગાડવામાં આવશે."

આ સિવાય નીરજ ચોપડાએ રિફોર્મ્સ વિશે પણ વાત કરી હતી. નીરજે વધુમાં કહ્યું, "જ્યારે પણ આપણે દેશ માટે મેડલ જીતીએ છીએ ત્યારે આપણે બધા ખુશ થઈએ છીએ. હવે થ્રૉમાં સુધારો કરવાનો સમય આવી ગયો છે. આપણે ઈજાઓ પર કામ કરવું પડશે. આપણે ખામીઓને સુધારીશું. અમે બેસીને ચર્ચા કરીશું. અને પ્રદર્શન સુધારીશું."

સિઝન બેસ્ટની સાથે નીરજ ચોપડાએ જીત્યો સિલ્વર 
નીરજ ચોપડાએ 89.45 મીટર ભાલા ફેંકીને સિલ્વર મેડલ જીત્યો હતો. નીરજનો આ સિઝનનો સર્વશ્રેષ્ઠ સ્કૉર હતો. આ જ સ્પર્ધામાં પાકિસ્તાનના અરશદ નદીમે ગૉલ્ડ મેડલ જીત્યો હતો. અરશદે 92.97 મીટરના થ્રૉ સાથે ગૉલ્ડ કબજે કર્યો હતો. અરશદનો આ થ્રૉ પણ ઓલિમ્પિક રેકોર્ડ બની ગયો. આ સિવાય ગ્રેનાડાનો એન્ડરસન પીટર્સ સ્પર્ધામાં ત્રીજા ક્રમે રહ્યો, જેણે બ્રૉન્ઝ મેડલ જીત્યો. એન્ડરસન પીટર્સે 88.54 મીટરનો થ્રૉ કર્યો હતો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો
'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો
સ્ટ્રોંગ રૂમમાં ચોરી થાય તો શું ફરી ચૂંટણી થશે? જાણો જવાબ
સ્ટ્રોંગ રૂમમાં ચોરી થાય તો શું ફરી ચૂંટણી થશે? જાણો જવાબ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જાહેરમાં થૂંક્યા તો પકડાવાનું નક્કીHun To Bolish : હું તો બોલીશ : ઈકો સેન્સિટિવ ઝોન મુદ્દે રાજનીતિ કેમ?Gir Somnath: કોડીનારના ડેપોમાં DAP ખાતરનો 30 ટન જેટલો જથ્થો ટ્રકમાં આવતા ખેડૂતોએ કરી પડાપડીBIG Breaking: ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના ખેડૂતોને સરકારની મોટી ભેટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો
'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો
સ્ટ્રોંગ રૂમમાં ચોરી થાય તો શું ફરી ચૂંટણી થશે? જાણો જવાબ
સ્ટ્રોંગ રૂમમાં ચોરી થાય તો શું ફરી ચૂંટણી થશે? જાણો જવાબ
મહિલા શિક્ષિકાએ સગીર વિદ્યાર્થી સાથે કાર અને ઘરમાં 20 વખત શારીરિક સંબંધ બાંધ્યા, 30 વર્ષની જેલની સજા થઈ
સગીર વિદ્યાર્થીને ગાંજો અને દારૂ પીવડાવ્યો પછી શિક્ષિકાએ 20 વખત શારીરિક સંબંધ બાંધ્યા....
IND vs AUS 1st Test: શું ટીમ ઈન્ડિયા બે વિકેટકીપર સાથે મેદાનમાં ઉતરશે? રોહિત-ગિલ-જાડેજા રહેશે બહાર; જાણો પ્લેઇંગ ઇલેવન
શું ટીમ ઈન્ડિયા બે વિકેટકીપર સાથે મેદાનમાં ઉતરશે? રોહિત-ગિલ-જાડેજા રહેશે બહાર; જાણો પ્લેઇંગ ઇલેવન
ગૌતમ અદાણીને એક જ દિવસમાં લાગ્યો બીજો મોટો આંચકો, કેન્યાના રાષ્ટ્રપતિએ આ મોટી ડીલ રદ કરી
ગૌતમ અદાણીને એક જ દિવસમાં લાગ્યો બીજો મોટો આંચકો, કેન્યાના રાષ્ટ્રપતિએ આ મોટી ડીલ રદ કરી
Gandhinagar: શાળા સંચાલકો સામે સરકારની લાલ આંખ, શિયાળામાં ચોક્કસ રંગનું સ્વેટર પહેરવા બાળકો પર દબાણ કરશે તો થશે કાર્યવાહી
Gandhinagar: શાળા સંચાલકો સામે સરકારની લાલ આંખ, શિયાળામાં ચોક્કસ રંગનું સ્વેટર પહેરવા બાળકો પર દબાણ કરશે તો થશે કાર્યવાહી
Embed widget