શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Republic Day 2022: ટોક્યો ઓલિમ્પિક અને પેરાલિમ્પિકમાં મેડલ જીતનારા ખેલાડીઓએ એક સાથે ગાયું રાષ્ટ્રગીત, જુઓ વીડિયો

National Anthem Video: ઈન્ટરનેશનલ ઈન્સ્ટીટ્યૂટ ઓફ સ્પોર્ટ્સ મેનેજમેન્ટ (IISM)ની એક પહેલ અંતર્ગત તમામ એથલીટ અને પેરા એથલીટની સાથે મળીને વીડિયો બનાવાયો છે.

Olympic and Paralympic Heroes:  ટોક્યો ઓલિમ્પિક અને પેરાલિમ્પિકમાં મેડલ જીતીને દેશનું નામ રોશન કરનારા ખેલાડીઓએ 26 જાન્યુઆરી પહેલા એક મંચ પર આવીને રાષ્ટ્રગીત ગાયું છે. ઈન્ટરનેશનલ ઈન્સ્ટીટ્યૂટ ઓફ સ્પોર્ટ્સ મેનેજમેન્ટ (IISM)ની એક પહેલ અંતર્ગત તમામ એથલીટ અને પેરા એથલીટની સાથે મળીને વીડિયો બનાવાયો છે. જેમાં તમામ ખેલાડીઓની ઉપલબ્ધિ બાદ રાષ્ટ્રગીત વગાડવામાં આવ્યું છે. આઈઆઈએસએમે 26 જાન્યુઆરી પહેલા પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ વીડિયો શેર કર્યો છે, જેનો હેતું લોકોમાં રમત પ્રત્યે જાગૃતતા વધારવાનો છે.

આ રાષ્ટ્રગીત એથલીટ નીરજ ચોપડા, રવિ કુમાર, મીરાબાઈ ચાનુ, પીઆર શ્રીજેશ, લવલીના બોરોઘેન, સુમિત અંતિલ, મનીષ નરવાલ, પ્રમોદ ભગત, ભાવિના પટેલ, નિષાદ કુમાર, યોગેશ કથૂનિયા, દેવેંદ્ર ઝાંઝરિયા, પ્રવીણ કુમાર, સુહાસ યતિરાજ, શરદ કુમાર, હરવિંદર સિંહ અને મનોક સરકારે સાથે મળીને ગાયું છે. આ તમામે ટોક્યો રમતોત્સવમાં ભારતનું નામ રોશન કર્યુ હતું.

નીરજ ચોપડાએ શું કહ્યું

ટોક્યો ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતનારા ભાલા ફેંક એથલીટ નીરજ ચોપડાએ કહ્યું, એક સૈનિક તરીકે જ્યારે વિદેશી જમીન પર આપણું રાષ્ટ્રગીત સાંભળીએ ત્યારે ગર્વ થાય છે. જ્યારે તે ગાવામાં આવે છે ત્યારે બીજા દેશના લોકો પણ આપણને સન્માન આપે ચે. જે આપણા તમામ માટે ગર્વની વાત છે. નીરજ ચોપડાએ પણ તેના ટ્વીટર એકાઉન્ટ પરથી આ રાષ્ટ્રગીતનો વીડિયો શેર કર્યો છે. જેને ઘમા લોકો જોઈ ચુક્યા છે.

2016માં પણ કર્યુ હતું આમ

આઈઆઈએસએમે વર્ષ 2016માં પણ આવો એક વીડિયો બનાવ્યો હતો. જેમાં સચિન તેંડુલકર, સુનીલ ગાવસ્કર, સાનિયા મિર્ઝા, મહેશ ભૂપતિ જેવા ખેલાડીઓએ રાષ્ટ્રગીત ગાયું હતું.

ગીર સોમનાથ ખાતે ઉજવાશે રાજ્યકક્ષાનો પ્રજાસત્તાક પર્વ

સોમનાથ ખાતે રાજયકક્ષાના ૭૩માં પ્રજાસત્તાક પર્વની પૂર્વ તૈયારી પૂર્ણ થઈ ગઈ છે. ૧૮ પ્લાટુન મહામહિમ રાજ્યપાલ અને મુખ્યમંત્રીને સલામી આપશે. સુરક્ષા વિભાગની વિવિધ પાંખો દ્વારા ૧૮ પ્લાટુન બનાવીને ભવ્ય પરેડનું આયોજન કરાયું છે. ધ્વજવંદન બાદ મહામહિમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ખુલ્લી જીપ્સીમાં પરેડ નિરીક્ષણ કરશે. સમગ્ર કાર્યક્રમ દરમિયાન કોરોના નિયમનું ચુસ્ત પાલન કરવું પડશે,  જેમાં નેવીના કમાન્ડો, સમગ્ર રાજ્યભરની વિવિધ જિલ્લાની પોલીસ પ્લાટુન, મહિલા પોલીસ પ્લાટુન, શ્વાન દળ, અશ્વદળ, એન.એસ.એસ યુનિટ, તેમજ વિવિધ સુરક્ષાદળો જોડાશે. પોલીસ બેન્ડ પાર્ટી દ્વારા ધ્વજવંદન અને પરેડમાં ઉત્સાહ વર્ધક ધૂનો દ્વારા વાતાવરણની શોભામાં અભિવૃદ્ધિ કરાશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ગામડેથી પાછા આવ્યા બાદ એકનાથ શિંદેનું પહેલું મોટું નિવેદન, કહ્યું -  મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તો....
ગામડેથી પાછા આવ્યા બાદ એકનાથ શિંદેનું પહેલું મોટું નિવેદન, કહ્યું - મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તો....
'ઓછામાં ઓછા 3 બાળકો હોવા જોઈએ', RSS ચીફ મોહન ભાગવતનું મોટું નિવેદન
'ઓછામાં ઓછા 3 બાળકો હોવા જોઈએ', RSS ચીફ મોહન ભાગવતનું મોટું નિવેદન
શેરબજારમાંથી બમ્પર કમાણી કરવાની તક, આ સપ્તાહે 3 IPO ખુલશે, 8 લિસ્ટ થશે
શેરબજારમાંથી બમ્પર કમાણી કરવાની તક, આ સપ્તાહે 3 IPO ખુલશે, 8 લિસ્ટ થશે
Delhi Election 2025: દિલ્હી વિધાનસભા ચૂંટણી પહેલા ગઠબંધનને લઈ AAPએ કરી દિધી મોટી જાહેરાત 
Delhi Election 2025: દિલ્હી વિધાનસભા ચૂંટણી પહેલા ગઠબંધનને લઈ AAPએ કરી દિધી મોટી જાહેરાત 
Advertisement
ABP Premium

વિડિઓઝ

LPG Cylinder Price : કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 16.50 રૂપિયાનો વધારોUSA News:Donald trump:અમેરિકામાં ભણતા વિદેશી વિદ્યાર્થીઓ માટે સૌથી મોટા સમાચાર, જુઓ વીડિયોમાંGandhinagar Accident: સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત ત્રણ ઈજાગ્રસ્ત, એકનું મોતHun To Bolish : હું તો બોલીશ : આ નબીરાઓને કોઈ નહીં રોકે !

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગામડેથી પાછા આવ્યા બાદ એકનાથ શિંદેનું પહેલું મોટું નિવેદન, કહ્યું -  મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તો....
ગામડેથી પાછા આવ્યા બાદ એકનાથ શિંદેનું પહેલું મોટું નિવેદન, કહ્યું - મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તો....
'ઓછામાં ઓછા 3 બાળકો હોવા જોઈએ', RSS ચીફ મોહન ભાગવતનું મોટું નિવેદન
'ઓછામાં ઓછા 3 બાળકો હોવા જોઈએ', RSS ચીફ મોહન ભાગવતનું મોટું નિવેદન
શેરબજારમાંથી બમ્પર કમાણી કરવાની તક, આ સપ્તાહે 3 IPO ખુલશે, 8 લિસ્ટ થશે
શેરબજારમાંથી બમ્પર કમાણી કરવાની તક, આ સપ્તાહે 3 IPO ખુલશે, 8 લિસ્ટ થશે
Delhi Election 2025: દિલ્હી વિધાનસભા ચૂંટણી પહેલા ગઠબંધનને લઈ AAPએ કરી દિધી મોટી જાહેરાત 
Delhi Election 2025: દિલ્હી વિધાનસભા ચૂંટણી પહેલા ગઠબંધનને લઈ AAPએ કરી દિધી મોટી જાહેરાત 
શું વધુ પાણી પીવાથી વજન ઘટે છે, જાણો આ વાત કેટલી સાચી છે?
શું વધુ પાણી પીવાથી વજન ઘટે છે, જાણો આ વાત કેટલી સાચી છે?
સરકાર ખેડૂતોને પેન્શન પણ આપે છે, જાણો આ માટે શું કરવું જરૂરી છે?
સરકાર ખેડૂતોને પેન્શન પણ આપે છે, જાણો આ માટે શું કરવું જરૂરી છે?
Cyclone Fengal:  ફેંગલ વાવાઝોડાએ મચાવી તબાહી, ચેન્નઇ જળમગ્ન, 3નાં મૃત્યુ
Cyclone Fengal: ફેંગલ વાવાઝોડાએ મચાવી તબાહી, ચેન્નઇ જળમગ્ન, 3નાં મૃત્યુ
Joe Root: જો રૂટે તોડ્યો સચિન તેંડુલકરનો વર્લ્ડ રેકોર્ડ, 24 વર્ષની મહેનત પર ફેરવ્યું પાણી
Joe Root: જો રૂટે તોડ્યો સચિન તેંડુલકરનો વર્લ્ડ રેકોર્ડ, 24 વર્ષની મહેનત પર ફેરવ્યું પાણી
Embed widget