Tokyo Olympics 2020 : લવલિનાએ ભારત માટે બ્રોન્ઝ મેડલ જીતતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પાઠવી શુભકામના
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લવલિનાને બ્રોન્ઝ જીતવા બદલ શુભકામના પાઠવી હતી. ભારતીય બોક્સર લવલિનાએ આજે બ્રોન્ઝ મેડલ જીત્યો છે. વુમન્સ 64થી 69 કિલોની સ્પર્ધાની સેમિફાઇનલ મેચમાંથી તેની હાર થઈ છે.
Tokyo Olympics 2020 : આજે ટોક્યો ઓલિમ્પિકમાં વધુ એક ભારતીય ઓલિમ્પિશિયને મેડલ અપાવ્યો છે. આ સાથે ભારતે ઓલિમ્પિક 2020માં ત્રણ મેડલ મેળવ્યા છે. ભારતીય બોક્સર લવલિનાએ આજે બ્રોન્ઝ મેડલ જીત્યો છે. વુમન્સ 64થી 69 કિલોની સ્પર્ધાની સેમિફાઇનલ મેચમાંથી તેની હાર થઈ છે. તુર્કીની Busenaz Sürmeneli સામે 0-5થી હાર થઈ છે. જોકે, તેને બ્રોન્ઝ મેડલ મળ્યો છે. ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લવલિનાને બ્રોન્ઝ જીતવા બદલ શુભકામના પાઠવી હતી.
પ્રધાનમંત્રી મોદીએ ટ્વીટ કરીને શુભકામના પાઠવતા જણાવ્યું છે કે,ભારતીય બોક્સ લવલિનાની બોક્સિંગ રિંગમાં થયેલી જીત અનેક ભારતીયોને પ્રોત્સાહિત કરે છે. તેમની દ્રઢતા અને દ્રઢ સંકલ્પ સરાહનિય છે. તેને બ્રોન્ઝ મેડલ જીતવા બદલ ખૂબ ખૂબ અભિનંદન. તેમના સારા ભવિષ્યની શુભકામનાઓ.
અગાઉ ભારતને મીરાબાઈ ચાનુએ સિલ્વર મેડલ અને પી.વી. સિંધુએ બ્રોન્ઝ મેડલ અપાવ્યો હતો.
Well fought @LovlinaBorgohai! Her success in the boxing ring inspires several Indians. Her tenacity and determination are admirable. Congratulations to her on winning the Bronze. Best wishes for her future endeavours. #Tokyo2020
— Narendra Modi (@narendramodi) August 4, 2021
ટોક્યો ઓલિમ્પિકમાં ભારત માટે એક પછી એક નિરાશાજનક સમાચાર વચ્ચે ભારતીય બોક્સર લવલિના બોરગોહેને ભારત માટે મેડલની આશા ઉભી કરી હતી. ભારતીય બોક્સર લવલિના બોરગોહેને પોતાની કેટેગરીમાં ક્વાર્ટર ફાઇનલમાં જીત મેળવીને સેમી ફાઈનલમાં પ્રવેશ મેળવ્યો હતો. આ રીતે લવલીનાએ પોતૈનો બ્રોન્ઝ મેડલ જીત્યો હતો અને તે ગોલ્ડ અથવા સિલ્વર મેડલથી એક જ મેચ દૂર હતી પણ સેમી ફાઈનલમા હારતાં ભારતીય બોક્સર લવલિના બોરગોહેનને હવે બ્રોન્ઝ મેડલ મળશે.
લવલિના બોરગોહેને 30 જુલાઈએ ચાઈનીઝ ચાઈનીઝ તાઈપેઈની નિએન-ચીન ચેનને હરાવીને સેમી ફાઈનલમાં ર્રવેશ મેળવ્યો હતો. આ મેચમાં જીતીને લવલિના બોરગોહેને ભારત માટે મેડલ પાકો કરી દીધો હતો.
રસપ્રદ વાત એ છે કે, 23 વર્ષની લવલિના બોરગોહેન પહેલાં કિક બોક્સિંગ કરતી હતી પણ પછી કિક બોકેસિંગ છોડીને બોક્સિંગમાં આવી છે. આસામના ગોલાઘાટની માત્ર 23 વર્ષની લવલિના બોરગોહેને બોક્સિંગ અપનાવ્યા પછી મેડલની તક ઉભી કરીને લોકોનાં દિલ જીતી લીધાં છે.
મહિલાઓના 69 કિલો વજનના વર્ગના પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં 23 વર્ષીય લવલિનાએ જર્મનીની 35 વર્ષીય બોક્સર નાદિને એપેટ્જને હાર આપી. નાદિને ન્યરોસાયન્સમાં પીએચ.ડી. થયેલી છે. લવલિનાએ આ મેચ સ્પ્લિટ ડિસિજનથી 3-2થી જીતી હતી. . ત્રણેય રાઉન્ડમાં જજોનો એકંદર નિર્ણય લવલિનાની તરફેણમાં રહ્યો હતો. લવલિના હવે મેડલ મેળવવાથી માત્ર એક જીતથી દૂર છે. બોક્સીંગમાં, સેમિફાઇનલમાં પહોંચતાની સાથે જ ઓછામાં ઓછું બ્રોન્ઝ મેડલ નક્કી થઈ જાય છે. લવલિનાની ક્વાર્ટર ફાઇનલ બાઉટ 30 જુલાઈએ ચીનના તાઈપેની ચિન નિએન સાથે થશે.